સુરતમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું 'અંગદાનથી અનેક લોકોને મળે છે નવું જીવન' - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું ‘અંગદાનથી અનેક લોકોને મળે છે નવું જીવન’

સુરતમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું ‘અંગદાનથી અનેક લોકોને મળે છે નવું જીવન’

 | 4:37 pm IST

સુરતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરથાણા ખાતે અંગદાતા સન્માન સમારોહમાં ભાગ લેતા અંગદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળે છે. સુરતની પ્રથમ વખત મુલાકાતે આવેલા રામનાથ કોવિંદનું ગણપતિની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિત રાજ્યપાલ ઓ.પી.કોહલી આ સન્માન સમારોહમાં હાજર રહ્યાં હતા.

‘ડોનેટ લાઈફ’ નામની પુસ્તિકાનું વિમોચન કરાયું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ ઓ પી કોહલી અને CM રૂપાણી દ્વારા ડોક્ટરોની હાજરીમાં એક પુસ્તિકા ડોનેટ લાઈફનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઓર્ગન ડોનેશન થકી કેટલાં લોકોને જિંદગી મળે છે તે જણાવી લોકોને અંગ દાન કરવા અપીલ કરી હતી.

CM રૂપાણીનું નિવેદન
અંગદાતા સન્માન સમારોહમાં સીએમ વિજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અંગદાન કરનાર પરિવાર અભિનંદનને પાત્ર છે. કારણ કે અંગદાન  અનેક લોકોને જીવન આપે છે. જેથી ગુજરાત સરકારે આ પ્રવૃત્તિ માટે અનેક નિર્ણયો લીધા છે. જેમ કે ગ્રીન કોરિડોર, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધા. આ સાથે જ મુખ્યમંત્રી ફંડમાંથી પણ સહાય મળશે.

રામનાથ કોવિંદનું નિવેદન
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે અંગદાનથી એક વ્યકિતને નહીં પણ આખા પરિવારને જીવનદાન મળે છે. અંગદાન કરનારાને સન્માનિત કરવાનો કાર્યક્રમ દરેકથી હટકે છે. રાજ્યમાં સુરતમાં આ કાર્યક્રમ પ્રથમવાર થયો છે. જે સરાહનીય બાબત છે. અંગ ખરાબ થાય તેમનું જીવન ખરાબ થઈ જાય છે ત્યારે અંગદાનથી તેમને નવું જીવન મળે છે. અંગદાન કરનારા જીવનદાતા છે. આ સાથે જ કોવિંદે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં અંગદાન દેહદાન કરવું નવી વાત નથી. પરંતુ અંધશ્રધ્ધાના કારણે અંગદાન થતાં નથી. જેથી લોકોને જાગૃત કરવા ખૂબ જરૂરી છે.