NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં લાલુ-નીતિશને લાગી શકે છે મોટો ઝાટકો, બીજેપીને સપોર્ટ કરી શકે છે માયાવતી

રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં લાલુ-નીતિશને લાગી શકે છે મોટો ઝાટકો, બીજેપીને સપોર્ટ કરી શકે છે માયાવતી

 | 6:55 pm IST

રાષ્ટ્રપતિ પદ માટે બીજેપીના ઉમેદવાર રામનાથ કોવિંદના નામની જાહેરાત સાથે જ પાર્ટીઓએ પોતાનો મત સ્પષ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. બહુજન પાર્ટીની પ્રમુખ માયાવતીએ કહ્યું કે, જો કોઈ અન્ય દલિત ઉમેદવાર મેદાનમાં નથી આવતો, તો હું કોવિંદને સપોર્ટ કરી શકું છું. માયાવતીના આ નિવેદનથી નીતિશ કુમાર અને લાલુ યાદવને મોટો ઝાટકો લાગી શકે છે. ખાસ કરીને લાલુ યાદવ, જે તમામ વિપક્ષી દળોને એકસાથ મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારને ઉમેદવાર બનાવી શકવાની ચર્ચા છે. જો આવુ થાય છે તો માયાવતીએ નક્કી કરવાનું છે કે, તેમની નજરમાં કોણ મોટું છે, રામનાથ કોવિંદ કે પછી મીરા કુમાર.

માયાવતીએ કહ્યું કે, આજે અમિત શાહ અને વેકૈયા નાયડુએ કોવિંદના વિષયમાં પોતાના નિર્ણયની જાણકારી આપવા માટે મને ફોન કર્યો હતો. હું તેમની પસંદ સાથે પૂરી રીતે સહમત નથી. પરંતુ હું બહુ નેગેટિવ પણ નથી. તેથી બીએસપી હાલ તો પોઝિટીવ છે. પરંતુ આ બધુ યુપીએની પસંદ પર નિર્ભર કરે છે.

માયાવતીએ કહ્યું કે, જો વિપક્ષ કોઈ અન્ય દલિત અને લોકપ્રિય ચહેરો સામે નથી લાવતું, તો તેઓ કોવિંદને સમર્થન આપવા વિચારી શકે છે. કોવિંદ કાનપુરના કોલી સમુદાયમાંથી આવે છે, પરંતુ તેમની આરએસએસની પૃષ્ઠભૂમિ પણ રહી છે.