Presidential violent protests in FrancePresidential violent protests in Fran
  • Home
  • World
  • ફ્રાન્સમાં રાષ્ટ્રપતિનો હિંસક વિરોધ, ૩ લાખ લોકો રસ્તા ઉપર

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિનો હિંસક વિરોધ, ૩ લાખ લોકો રસ્તા ઉપર

 | 2:23 am IST

લોકોએ સરકારી નિર્ણયના વિરોધમાં ૧૦૦થી વધુ રેલીઓ યોજી : પોલીસે પ્રદર્શનકારીઓને ખદેડવા ટિયરગેસનો મારો ચલાવ્યો

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનના અલોકપ્રિય સામાજિક સુધારાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. મંગળવારે વિદ્યાર્થીઓ, કામદારો પેન્શનરોએ પેરિસ, નાઈસ, ટુર્સ જેવા શહેરોમાં રેલીઓ કાઢી હતી અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩ લાખ કરતા વધારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ સરકારી નિર્ણયના વિરોધમાં ૧૦૦થી વધુ રેલીઓ યોજી હતી. સરકારે પ્રદર્શનકરીઓ સામે કડક હાથે કામ લેવા પોલીસને આદેશ આપ્યો હતો.

મેક્રોન સરકારના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું. રાજધાની પેરિસમા સૌથી વધારે અસર જોવા મળી હતી. જ્યાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ તથા સુરક્ષા દળોએ પ્રદર્શનકરીઓને ખદેડવા માટે ટીયરગેસનો મારો ચલાવ્યો હતો. તેમ છતા પણ લોકોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. અને સરકારને તેની સામાજિક નીતિઓ પાછી ખેંચવાનુ જણાવ્યું હતુ.

પ્રદર્શનકારીઓ ઉગ્ર નારેબાજી કરતાં પરિસ્થિતિ વણસી હતી અને એક સમયે તો પેરીસમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. પ્રદર્શનકારીઓ પીછહેઠ કરવાના મૂડમા નહોતા તો સરકારે પણ કડક હાથે કામ લીધું હતું. પહેલા તો પોલીસ અને સુરક્ષા દળોએ લોકોને લાઉડ સ્પીકર દ્વારા સમજાવી મનાવીને કામ લીધું હતું પરંતુ લોકો અડગ રહેતા સુરક્ષા દળોએ લાઠીચાર્જ તથા ટિયરગેસના મારો ચલાવવાની ફરજ પડી હતી.