presley prechand is a well know firefighter of usa look photos
  • Home
  • Photo Gallery
  • આવી ફાયર ફાઇટર હોય તો તમે પણ કહેશો આગ ભલે લાગે, જુઓ Photos

આવી ફાયર ફાઇટર હોય તો તમે પણ કહેશો આગ ભલે લાગે, જુઓ Photos

 | 1:41 pm IST

આપણે ત્યાં સામાન્ય રીતે ફાયર ફાઇટર તરીકે પુરૂષો જ જોવા મળે છે પરંતુ વિદેશોમાં મહિલાઓ પણ ફાયર ફાઇટર તરીકે કામગીરી કરતી જોવા મળે છે. પ્રમાણમાં જોખમી ગણાતી આ સર્વિસમાં મહિલાઓ પણ કોઇ ડર વગર સેવાઓ આપે છે. અમેરિકાના મોન્ટાના રાજ્યના કેલિસ્પેલ ટાઉનમાં 24 વર્ષની પ્રેસ્લી પ્રિચંડ શહેરના ફાયર ફાઇટીંગ દળમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. તે જ્યારે ટીનએજર હતી ત્યારથી જ તેને ફાયર સર્વિસમાં જવાનો અભરખો હતો.

એક સમયે લોકો તેમની મજાક ઉડાવતા હતા પરંતુ પ્રેસ્લી ફાયર સર્વિસમાં જોડાઇ અને એક્સસાઇઝ દ્વારા તેણે એવું શરીર બનાવ્યું કે તે આજે અસરકારક રીતે તેમની જોબ કરી શકે છે. તે એકલાહાથે 150 કિલો વજન ખસેડી શકે છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પર 66 હજારથી વધુ લોકો તેમને ફોલો કરે છે. આજે કોઇપણ મહિલાઓ માટે પ્રેસ્લી એક ઉદાહરણ રૂપ છે કે મહિલાઓ ધારે તે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન