Press Note released by Ujjah Umiya Sansthan on police persecution
  • Home
  • Featured
  • ઉંઝા ઉમિયા સંસ્થાન દ્વારા પોલીસ દમનને લઈને રિલીઝ કરાઇ પ્રેસનોટ, જાણો શું લખ્યું?

ઉંઝા ઉમિયા સંસ્થાન દ્વારા પોલીસ દમનને લઈને રિલીઝ કરાઇ પ્રેસનોટ, જાણો શું લખ્યું?

 | 7:01 pm IST

સાબરકાંઠામાં મા ઉમિયાનો રથ અટકાવવા મામલે રાજ્યમાં ગરમાવો આવી ગયો છે. ધીમેધીમે પાટીદાર આંદોલન વેગ પકડતું હોય તેવું જણાઈ રહ્યું છે. આજે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા હાલ એક પ્રેસનોટ રિલીઝ કરાઈ છે. સાબરકાંઠામાં મા ઉમિયાના રથ લઈને નીકળેલા લોકો ઉપર પોલીસ દમન ગુજાર્યો હતો. પોલીસે લોકો ઉપર લાઠીચાર્જ અને ટીયરગેસ છોડ્યા હતા.

સાબરકાંઠામા ઉમિયા માતાજીના રથને અટકાવવાના વિરોધને લઈને આજે ઊંઝા બંધનું એલાન આપ્યું છે. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા રિલીઝ કરાયેલ પ્રેસનોટમાં લખ્યું છે કે, પોલીસે લોકો પર જે વર્તન કર્યું છે તેનાથી મા ઉમિયાના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. ઉંઝાએ સરકારના પોલીસ દમનના કૃત્યને વખોડ્યું છે. લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તેની સરકાર નોંધ લે. અત્યાચારી અધિકારીઓ સામે સરકાર યોગ્ય પગલા ભરે. યોગ્ય પગલા નહીં લેવાય તો ધાર્મિક સંસ્થા આ અંગે વિચારશે.

તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં પાટીદારો દ્વારા ઉમિયા માતાજીના રથને લઈ જવા દરમિયાન પોલીસે રથને અટકાવી કાર્યવાહી કરી હતી. જેના વિરોધમાં આજે ઊંઝાના પાટીદારોએ બંધનું એલાન જાહેર કર્યું હતું. અને ઊંઝાના વેપારીઓએ પોતાના વેપાર ધંધા અને દુકાનો સદંતર બંધ કરી બપોરે 12 વાગ્યા બાદ સજ્જડ બંધ આપ્યું હતું. અને હિંમતનગરમાં ઉમિયા માતાજીના રથને અટકાવવાનો વિરોધ નોંધાવ્યો હતો.