હવે રસ્તાઓના નામે  પેટ્રોલ ડીઝલ વધુ 50 પૈસા થશે મોંઘુ - Sandesh
  • Home
  • Business
  • હવે રસ્તાઓના નામે  પેટ્રોલ ડીઝલ વધુ 50 પૈસા થશે મોંઘુ

હવે રસ્તાઓના નામે  પેટ્રોલ ડીઝલ વધુ 50 પૈસા થશે મોંઘુ

 | 7:01 pm IST

પેટ્રોલ ડીઝલના રોજેરોજના ફરતા ભાવ બાદ પેટ્રોલ ડીઝલને લગતો વધુ એક નિર્ણય આવવાની તૈયારીમાં છે. દોઢ મહિના પહેલાં પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડનારી મધ્ય પ્રદેશ સરકાર પેટ્રોલ ડીઝલ પર ૫૦ પૈસાનો સેસ લગાવવાની તૈયારીઓ કરી રહી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતે મંજૂરી મળતા જ પ્રતિ લિટર પર ૫૦ પૈસા સેસ લગાવવામાં આવશે. આ નિર્ણયથી દર વર્ષે રૃ.૨૦૦ કરોડની આવક થવાના એંધાણ છે.

સરકારના અંદાજ પ્રમાણે આ રકમનો ઉપયોગ નવા રસ્તાઓ બનાવવા માટે થશે. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીડબ્લ્યૂડીની બેઠકમાં કહ્યું હતું કે, ધારાસભ્યો મારી પાસે રડતાં રડતાં રસ્તાઓ તૈયાર કરવાની માગ કરે છે. કેટલાંક રસ્તાઓ તૈયાર કરવાની જરૃર છે. પેટ્રોલ ડીઝલથી મળનારી આવકથી રોડ પ્રોજેક્ટને વેગ મળશે. પેટ્રોલ અને ડીઝલમાં સેસ વધવાના કારણે તેની કિંમતમાં પણ વધારો થશે. જે માટે પ્રજાના ખિસ્સાનું ભારણ વધશે. એક તરફ દરરોજ બદલાતા ભાવથી સ્થિરતા નથી ત્યાં સેસએ લોકોના આર્િથક ભારણમાં વધારો કર્યો છે.

૧૫ દિવસમાં પ્રતિ લિટરમાં ૧.૦૯ રૂપિયાનો વધારો

મધ્ય પ્રદેશમાં ૧૪ ડિસેમ્બરે પેટ્રોલની કિંમત ૭૩.૭૭ રૃપિયા હતી જેમાં ૧૫ ડિસેમ્બરે ત્રણ પૈસાનો વધારો થયો હતો. ત્યાર બાદ ૯ દિવસમાં એક લિટર પેટ્રોલ પર ૫૦ પૈસાનો વધારો થયો હતો જ્યારે ગત મંગળવારે પેટ્રોલની કિંમત ૭૪.૮૬ સુધી પહોંચી હતી. આ રીતે કુલ ૧૪ દિવસમાં વેટમાં ત્રણ રૃપિયાનો ઘટાડો નોંધાયો હતો. કેન્દ્ર સરકારના આગ્રહથી મધ્ય પ્રેદશ સરકારે ડીઝલ પર ૫ ટકા અને પેટ્રોલ પર ૩ ટકા વેટ ઘટાડો કર્યો હતો. જોકે, સેસથી પેટ્રોલમાં ભાવવધારો થવાની ભીતિ સેવાઇ રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નિર્ણયની ગંભીર અસર થશે. જીએસટી આવતા મધ્ય પ્રદેશ સરકારને કેન્દ્ર પાસેથી કોઇ રકમ મળી નથી.