પ્રાઈઝ વાઈઝ કરેક્શન બાદ હવે ટાઈમ વાઈઝ કરેક્શન ? - Sandesh

પ્રાઈઝ વાઈઝ કરેક્શન બાદ હવે ટાઈમ વાઈઝ કરેક્શન ?

 | 1:28 am IST

મીડ કેપ વ્યૂઃ નયન પટેલ

બજેટના સપ્તાહ પહેલાથી જ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થઇ ગયું હતું અને બજેટના બીજા દિવસથી અમેરિકાની આગેવાની હેઠળ વૈશ્વિક બજારોમાં ગાબડાની શરૂઆત થઇ જેમાં ભારતીય બજારોમાં મોટા કડાકા જોવા મળ્યા. અમેરિકામાં બોન્ડ યિલ્ડમાં પાછલા એક મહિનામાં મોટા પાયે વધારો થયો છે જેના લીધે પાછલા દિવસોમાં બે વાર અમેરિકાનો ડાઉજોન્સ ૧૦૦૦ પોઈન્ટ કરતા વધારે તૂટતો જોવા મળ્યો છે. અમારા મતે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘણી બધી કંપનીઓએ ખૂબ જ સુંદર પરિણામો જાહેર કર્યા છે ત્યારે પ્રાઈઝ વાઈઝ કરેક્શન બાદ એક ટાઈમ વાઈઝ કરેક્શન બાદ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ આગળ વધી શકે છે.

એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૦,૩૯૫ અને ૧૦,૫૧૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦ થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.૧૫/૧૬-૦૨-૨૦૧૮ના રોજ થનારા સૂર્યગ્રહણના લીધે માર્કેટમાં માર્ચ એન્ડ સુધી વોલેટિલિટી જોવાશે.

ડાર્ક હોર્સ :

માન એલ્યુમિનિયમ લિમિટેડ (૫૩૨૯૦૬ અને એનએસઈ) (૧૫૧) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)

૧૯૮૯માં શરૂ થયેલી આ કંપની એલ્યુમિનિયમ પ્રોડક્ટો બનાવે છે અને ઘણી પ્રોડક્ટોને વિદેશોમાં નિકાસ પણ કરે છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ. ૬.૭૬ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૨૬.૩૪ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૬૫.૩૨ ટકા હિસ્સો ધરાવે છે. એડ્રોઇટ ફાયનાન્સિયલ સર્વિસિસ ૧.૨૮ ટકા, આશિષ જૈન ૧.૫૫ ટકા, એમએસપીએલ લિમિટેડ ૧.૧૦ ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૧૭૫ ટકા વધીને રૂ. ૧.૮૪ કરોડ થયો છે જ્યારે વેચાણ ૪૫ ટકા વધીને રૂ. ૧૦૩.૦૫ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનામાં કંપનીનો ચોખ્ખો નફો ૧૯૦.૯૫ ટકા વધીને રૂ. ૫.૪૭ કરોડ થયો છે જયારે વેચાણ ૨૦ ટકા વધીને રૂ. ૩૩૮.૩૭ કરોડ થયું છે. વર્તમાન ભાવે સ્ટોક માત્ર ૧૫ના નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. કંપની સતત સારા પરિણામો આપી રહી છે અને વર્તમાન ભાવે આ સ્ટોક અન્ડર વેલ્યૂડ અને આકર્ષક લાગી રહ્યો છે. વર્તમાન સમય સ્ટોકમાં રોકાણની આકર્ષક તક પૂરી પાડે છે. તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૧૩૫ના સ્ટોપલોસ સાથે મધ્યમગાળાના રોકાણ માટે ધ્યાન રાખી શકાય.

સ્ટોક વોચ

સુપરહાઉસ લિમિટેડ (૫૨૩૨૮૩ અને એનએસઈ) (૧૬૬) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)

સુપરહાઉસ લેધર અને ટેક્સ્ટાઇલ સેક્ટરમાં સક્રિય છે અને મોટા પાયે નિકાસ પણ કરે છે. લેધર સેગ્મેન્ટમાં કંપની ફૂટવેર, લેધર ગાર્મેન્ટ સહિત અનેક પ્રોડક્ટો બનાવે છે. કંપનીની ઇક્વિટી માત્ર રૂ. ૧૧.૪૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૨૬૮.૯૦ કરોડનું જંગી રિઝર્વ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરલી ધોરણે ૩૧૨.૩૪ ટકા વધીને રૂ. ૩.૩૪ કરોડ થયો છે. સ્ટોક ઘણા સમયથી આ જ રેન્જમાં ક્વોટ થઈ રહ્યો છે. સરકાર નિકાસ ઉપર મોટા પાયે ફોકસ આપી રહી છે અને લેધર તેમજ ટેક્સ્ટાઇલ સેક્ટરમાં નિકાસ કરતી કંપનીઓ માટે અનેક પ્રોત્સાહક સ્કીમો પણ ચલાવી રહી છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૧૪૮ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં ટૂંકાથી મધ્યમગાળાનું ધ્યાન રાખી શકાય.

માર્કેટમાંથી સાંભર્યું છે.

મનાલી પેટ્રોકેમિકલ (૫૦૦૨૬૮ અને એનએસઈ) (૩૭.૭) (ફેસ વેલ્યૂ રૂ. ૫)

કેમિકલ સેક્ટરની કંપનીઓ ખૂબ જ સારા પરિણામો આપી રહી છે અને આ કંપનીનો ડિસેમ્બર ક્વાર્ટરનો નફો ક્વાર્ટરલી ધોરણે ૮૮ ટકા વધીને રૂ. ૧૭.૨ કરોડ થયો છે. મુંબઈના પન્ટરો સ્ટોકમાં ખરીદી કરી રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર તમને આ સ્ટોકમાં ટ્રેડ કરવાની અનુમતિ આપે તો રૂ. ૩૩ના સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં ધ્યાન રાખી શકાય.