prices-of-petrol-and-diesel-rise-again-know-how-much-the-cost-of-gujarat-is
  • Home
  • Business
  • આજે ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો ગુજરાતમાં કેટલી થઈ કિંમત

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો ગુજરાતમાં કેટલી થઈ કિંમત

 | 9:41 am IST

પેટ્રોલ-ડિઝલના ભાવમાં કમરતોડ ભાવ વધી રહ્યા છે, કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓએ ભારતબંધનું એલાન આપ્યુ છે. આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે, આજે પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો તો ડિઝલમાં 22 પૈસાનો વધારો થશે.આ નવા ભાવથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા 73 પૈસા પ્રતિ લિટર પહોંચ્યો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 88 રૂપિયા 12 પૈસા પ્રતિ લિટર પહોંચ્યો છે.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના આજના ભાવ

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલમાં 40 પૈસા, ડિઝલમાં 49 પૈસા પ્રતિલિટર ભાવ વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ 79.90, ડીઝલ 78.18 પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલ 79.65, ડીઝલ 77.95 પ્રતિ લિટર, રાજકોટમાં પેટ્રોલ 79.48, ડીઝલ 77.77 પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલ 79.33, ડીઝલ 77.61 પ્રતિ લીટર, ભાવનગરમાં પેટ્રોલ 80.75, ડીઝલ 79.01 પ્રતિ લિટર, જૂનાગઢમાં પેટ્રોલ 80.12, ડીઝલ 78.41 પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ 79.59, ડીઝલ 77.86 પ્રતિ લિટર, અમરેલીમાં પેટ્રોલ 80.27, ડીઝલ 78.56 પ્રતિ લિટર, બોટાદમાં પેટ્રોલ 80.31, ડીઝલ 78.58 પ્રતિ લિટર, ગીર – સોમનાથમાં પેટ્રોલ 80.78, ડીઝલ 79.06 પ્રતિ લિટરનો તોતીંગ વધારો થયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે આજે ભારતબંધનું એલાન આપ્યુ છે.સમાચાર છે કે આ વખતે ભારતબંધની આગેવાની યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી કરશે.કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમને 21 પાર્ટીઓનું સમર્થન છે. કોંગ્રેસે શાન્તીપુર્ણ રીતે બંધ કરવાની વાત કરી છે. બંધને સમર્થન આપનાર મુખ્ય પાર્ટીઓમાં સપા, બસપા, ડીએમકે સહિત 21 પાર્ટીઓનું સમર્થન છે.