અર્શી ખાન વિરુદ્ધ મંદિરના મહારાજે નોંધાવી ફરિયાદ, કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્શી ખાન વિરુદ્ધ મંદિરના મહારાજે નોંધાવી ફરિયાદ, કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય

અર્શી ખાન વિરુદ્ધ મંદિરના મહારાજે નોંધાવી ફરિયાદ, કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય

 | 6:25 pm IST

સતત વિવાદોમાં રહેતી બિગ બોસ-11ની સ્પર્ધક અર્શી ખાન ફરી ચર્ચામાં આવી છે અને એ પણ કોઈ ખોટાં કામને કારણે. કાંદિવલીમાં આવેલાં સાંઈધામ મંદિરના પૂજારી રમેશ જોશીએ અર્શી વિરુદ્ધ 40 હજાર રૂપિયા પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અનેક વાર જણાવવા છતાં એ લીધેલા પૈસા પરત કરવાનું નામ લેતી નહોતી, એટલે તેમણે મંગળવારે સમતાનગર પોલીસસ્ટેશનમાં અર્શી ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રમેશ જોશીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અર્શી અને એના મેનેજર-પબ્લિસિસ્ટ ફ્લિન રેમેડિયોઝ સપ્ટેમ્બર 2015માં તેમને મળ્યા હતા, ત્યાર બાદ વારંવાર તેમને મળવા મંદિરે આવતાં. 5 ડિસેમ્બર 2015ના અર્શી અને ફ્લિન મંદિરે આવ્યાં અને જોશીને કહ્યું કે કોઈ એનું(અર્શી) પર્સ અને મોબાઇલ ફોન ચોરી ગયું છે.

એ સમયે અર્શીએ કહ્યું હતું કે હાલ પૈસાની તંગી છે અને એના ઇલાજ માટે તાત્કાલિક પૈસાની જરૂર છે. અર્શીએ તેમની પાસે ચાલીસ હજાર રૂપિયા માગ્યા અને તેમણે પૈસા આપ્યા. અર્શીએ ત્યારે કહ્યું હતું કે, પ્રોડયૂસર પાસેથી નીકળતા પૈસા મળશે કે તુરત ચૂકવી દઈશ, પરંતુ એ દિવસ કદી ન આવ્યો.

જોશીએ કહ્યું કે અર્શી મારી દીકરી જેવી છે અને એના મુશ્કેલ સમયમાં મેં સહાય કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જોકે અર્શીના પબ્લિસિસ્ટનું કહેવું છે કે આક્ષેપ પાયાવિહોણા છે અને તેમની પાસે જબરજસ્તી પૈસા વસૂલવાની કોશિશ થઈ રહી છે. એણે કહ્યું કે ખોટી અફવા ફેલાવવા માટે ટૂંક સમયમાં પંડિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે.