VIDEO: priest gives blessings to people by putting his foot on thair heads
  • Home
  • Videos
  • Featured Videos
  • આ વળી કેવો પૂજારી, માથા પર પગ મુકીને આપે છે આશીર્વાદ! વીડિયો જોઈ લોકોએ લીધો ઉધડો

આ વળી કેવો પૂજારી, માથા પર પગ મુકીને આપે છે આશીર્વાદ! વીડિયો જોઈ લોકોએ લીધો ઉધડો

 | 11:11 am IST

આપણા વડવાઓ અને પરિવારનાં આદરણીય સભ્યો તેમજ ગૂરૂઓને માથે હાથ રાખીને આશીર્વાદ આપતા આપણે જોયા હશે. એ કોઈ નવી વાત નથી. પરંતુ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે જે ખરેખર ચોંકાવનારો છે. માથા પર પગ રાખીને આશીર્વાદ આપતા એક પુજારીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઈને ખરી ખોટી કોમેન્ટૉ કરી રહ્યા છે. એક પછી એક લોકો પર પુજારી પગ રાખીને આશીર્વાદ આપી રહ્યો છે.

આ વીડિયો એક ન્યૂઝ પોર્ટલે શેર કર્યો છે અને તે 10 ઓક્ટોબરનો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ વિજયા દશમીના દિવસે ઓડિશામાં ખુર્દાના બાનપુર વિસ્તારમાં એક પુજારી કઈ રીતે લોકોના માથા પર પગ મુકીને આશીર્વાદ આપી રહ્યો છે.

હવે આ વીડિયો જોઈને લોકોએ નવા નવા મીમ્સ અને જોક શેર કર્યા છે તેમજ ભારે આલોચના કરી છે. કોઈએ બાહુબલી અને કટપ્પા સાથે સરખામણી કરી છે તો કોઈએ કહ્યું કે શું આ ભગવાન છે. તો કોઈએ કહ્યું કે આ બધી વાહિયાત રીત છે. તો કોઈએ કહ્યું કે સ્કૂલમાં જ વિદ્યાર્થીઓને અંધવિશ્વાસ અને અંધભક્તિ વિશેનું નોલેજ આપવું જોઈએ. આ વીડિયો હાલમાં અલગ અલગ જગ્યાએ શેર કરવામાં આવી રહ્યો છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન