ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ વણસતા પીએમ મોદીએ બોલાવી હાઈલેવલ મિટિંગ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ વણસતા પીએમ મોદીએ બોલાવી હાઈલેવલ મિટિંગ

ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ વણસતા પીએમ મોદીએ બોલાવી હાઈલેવલ મિટિંગ

 | 11:46 am IST
  • Share

દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને પીએમ મોદી આ સમયે એક હાઈ લેવલ મિટિંગ કરી રહ્યા છે. આ બેઠકમાં કોરોના સાથે સંકળાયેલા મુદ્દા અને રસિકરણ અંગે ચર્ચા ચાલી રહી છે. કેબિનેટ સચિવ, પીએમના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર છે.


ભારતમાં રવિવારે કોરોનાના 93,249 નવા કેસ સામે આવ્યા હતા જે આ વર્ષે એક દિવસમાં સામે આવેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1,24,85,509 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યા સુધીમાં જાહેર કરેલા આંકડા મુજબ 18 સપ્ટેમ્બર બાદથી કોરોના વાઈરસ સંક્રમણના આ એક દિવસમાં આવેલા સૌથી વધુ કેસ છે. 18 સપ્ટેમ્બરના રોજ કોરોનાના 93,337 કેસ સામે આવ્યા હતા. આંકડા પ્રમાણે રવિવારે કોરોનાના કારણે 513 લોકોના મોત થયા હતા અને હાલમાં ભારતમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની કુસ સંખ્યા 1,64,623 થઈ ગઈ છે.

મંત્રાલયે જણાવ્યું કે, સંક્રમણના મામલે સતત 25માં દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં હજુ પણ 6,91,597 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે અને જે સંક્રમણના કુલ કેસનાં 5.54 ટકા છે. સાજા થનારા લોકોની ટકાવારી 93.14 ટકા છે. દેશમાં 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછા 1,35,926 લોકો સંક્રમિત હતા જે કુલ કેસના 1.25 ટકા હતા. આંકડા અનુસાર આ બીમારીથી અત્યાર સુધીમાં 1,16,29,289 લોકો સાજા થયા છે જ્યારે મૃત્યુદર 1.32 ટકા છે.

ભારતમાં કોરોનાના કેસો 7 ઓગસ્ટે 20ને પાર પહોંચી ગયા હતા. ત્યાર બાદ સંક્રમણના કેસ 23 ઓગસ્ટના રોજ 30 લાખ, પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખની પાર પહોંચી ગયા હતા. વૈશ્વિક મહામારીના કેસ 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને પાર કરી ગયા હતા.

આ વીડિયો પણ જૂઓ: સોરાષ્ટ્રનો ખુંખાર આરોપી નિખિલ દોંગા ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન