Prime Minister Narendra Modi hopes for constructive debates in Parliament Session
  • Home
  • Featured
  • શિવસેનાનું નામ લીધા વગર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું મહત્વનું નિવેદન

શિવસેનાનું નામ લીધા વગર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું મહત્વનું નિવેદન

 | 10:34 pm IST

સંસદના શિયાળુ સત્ર પહેલા રવિવારે એનડીએની બેઠકમાં મળી હતી જેમાં એનડીએના સંયોજક બનાવવાની માગ ઉઠી હતી. એનડીએની બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે એક પરિવાર છીએ. આપણે બધા સાથે મળીને લોકો માટે કામ કરી રહ્યાં છીએ. આપણને એક મોટો જનાદેશ મળ્યો છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ.

શિવસેનાનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે વિચારધારા એક ન હોવા છતાં પણ આપણે સમાન રીતે વિચારવાના લોકો છીએ. નાના નાના મતભેદોથી આપણે પરેશાન ન થવું જોઈએ. પારસ્પરિક તાલમેલ માટે એક સમન્વય સમિતિની રચના કરવાની જરૂર છે.

નાના મતભેદો આપણને વિખુટા ન પાડે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પીએમ મોદીએ સાંસદોને ગૃહની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવાની તથા સંસદમાં પર્યાપ્ત હાજરી આપવાની અપીલ કરી હતી. મોદીએ એવું પણ જણાવ્યું કે આપણી વચ્ચે મતભેદો હોવા છતાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણ કાજે કામ કરવાનું છે. બેઠક બાદ પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે એનડીએ નેતાઓ સાથે અદ્ભુત બેઠક કરી. અમારો પક્ષ વિવિધ વિકાસના મુદ્દે અભિપ્રાયો વ્યક્ત કરવા માટે આગામી સંસદીય સત્રનો ઉપયોગ કરશે અને લોકોના જીવનમાં બદલાવ લાવીશું.

ચિરાગ પાસવાને એનડીએ સંયોજક બનાવવાની માગ ઉઠાવી

એનડીએની બેઠક બાદ લોક જનશક્તિપાર્ટીના નવા પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે ગઠબંધનને ટકાવી રાખવા માટે એક સંયોજકની જરૂર છે. સહયોગી દળોની વચ્ચે પારસ્પરિક તાલમેલ હોવો જોઈએ અને આ કામ માટે એનડીએના એક સંયોજક હોવા જોઈએ.

સર્વપક્ષીય બેઠકમાં17 પક્ષોએ ભાગ લીધો

શિયાળુ સત્રની પૂર્વસંધ્યાએ રવિવારે સંસદની લાઈબ્રેરીમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ હતી તેમાં 27 દળોએ ભાગ લીધો હતો. બેઠકમાં ફારૂક અબ્દુલાની અટકાયતનો મુદ્દો ઉઠયો હતો. બેઠકમાં મોદીએ કહ્યું કે ગૃહનું સૌથી મહત્વપૂર્ણ કામ ચર્ચા કરવાનું છે. આ સત્ર પણ ગત સત્રની જેવું ફળદાયી રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન