Prime Minister Narendra Modi made a big joke about the leaders
  • Home
  • Videos
  • Featured Videos
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓના વાયદાને લઈને કરી જોરદાર રમુજ, Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓના વાયદાને લઈને કરી જોરદાર રમુજ, Video

 | 4:57 pm IST

આજે ફ્રાંસની મુલાકાત દરમિયાન પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પોતે કરેલો વાયદો યાદ અપાવ્યો હતો. તેમણે પોતાનો જુનો વાયદો યાદ અપાવતા રમુજ પણ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, હું જ્યારે હું આજથી 4 વર્ષ પહેલા ફ્રાંસ આવ્યો હતો તો મને હજારોની સંખ્યામાં હાજર ભારતીયો સાથે સંવાદ કરવાની તક મળી હતી. આ સમયે મેં એક વાયદો કર્યો હતો. સાથે જ રમુજ કરતા કહ્યું હતું કે, રાજનેતાઓને પોતાના વાયદા ભુલી જવાની ટેવ હોય છે પણ હું નથી ભુલ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલુ બોલ્યા ત્યાં તો લોકોથી ખચાખચ ભરેલો આખો હોલ ખડખડાટ હસી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન