Prime Minister Narendra Modi May Call Review Meet To Check Fall In Rupee
  • Home
  • Business
  • તુટી રહેલા રૂપિયાથી સરકાર ચિંતિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે આ નિર્ણય

તુટી રહેલા રૂપિયાથી સરકાર ચિંતિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે આ નિર્ણય

 | 5:38 pm IST

રૂપિયામાં થઈ રહેલા ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્તાહના અંતમાં રિવ્યુ મીટિંગ બોલાવે તેવી શક્યતા છે. આ બેઠકમાં રૂપિયાની સ્થિતિ સુધારવાને લઈને મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ક્રુડ ઓઈલની કિંમતોમાં થઈ રહેલા ભાવ વધારાને લઈને પણ કોઈ જાહેરાત કરી શકે છે.

સેવિંગ એકાઉંટ ડેફિસિએટ અને ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોરના કારણે રૂપિયો સતત ઘટી રહ્યો છે. નાણાંકિય વર્ષના ક્વાર્ટરમાં સેવિંગ એકાઉંટ ડેફિસિએટ જીડીપીનો 2.4 ટકા થઈ ગયો છે જે લગભગ 16 અબજ ડોલર છે. રેટિંગ એજંસી મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકિય વર્ષ 19માં ભારતનો સીએડી GDPની સરખામણીમાં 2.5 થઈ જશે.

સવારે માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો વિક્રમી 72.90 પર પહોંચી ગયો. બાદમાં જ્યારે અહેવાલ આવ્યો કે સરકાર આ મામલે દખલ કરી શકે છે તો રૂપિયાના મૂલ્યમાં થોડો સુધારો નોંધાયો હતો. આ વર્ષે રૂપિયો 12 ટકા તુટ્યો છે અને તે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારૂ ચલણ છે.

આ અગાઉ આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર આરબીઆઈ સાથે મળીને NRI માટે ડિપોઝીટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેનાથી મુદ્રાનો વિદેશી પ્રવાહ ઝડપી બને અને રૂપિયામાં સુધાર આવે.

1 ઓગષ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિ થતા રૂપિયો 56 અને અને 50 ટકા તૂટ્યો. ડૉલર મામલે ભારતીય બાસ્કેટ 3 % મોંઘો બન્યો છે. છેલ્લા 40 દિવસમાં ક્રુડ ઓઈલની આયાતના ભાવમાં ત્રણ ઘણો વધારો થઈ ચુક્યો છે.