Narendra Modi on his way to a holy cave near Kedarnath Shrine
  • Home
  • Videos
  • Featured Videos
  • વરસાદ પણ મોદીને ના અટકાવી શક્યો, છત્રી લઈ પહોંચ્યા ખાસ મુકામે, જુઓ Video

વરસાદ પણ મોદીને ના અટકાવી શક્યો, છત્રી લઈ પહોંચ્યા ખાસ મુકામે, જુઓ Video

 | 5:41 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાંથી ફૂરસત મેળવી આજે બાબા કેદારનાથના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે પૂજા અર્ચના કરી હતી. 2013 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચોથી વખત કેદારનાથ પહોંચ્યા છે. પરંતુ આ વખતે સૌથી ખાસ બાબત છે તેમણે પહેરેલો ડ્રેસ છે. વડાપ્રધાને છેક પગ સુધીનો લાંબો કુરતો કહી શકાય તેવો પોશાક પહેર્યો છે. તે ઉપરાંત કમર પર કેસરી કલરનું કપડું બાંધ્યુ છે. માથે ઉત્તરાખંડની આગવી ઓળખ સમાન ટોપી પહેરી છે.

મંદિરના પૂજા અર્ચના, કેદારનાથ પૂનર્નિર્માણના કામનું નિરિક્ષણ કર્યા બાદ હવે તેઓ અહીં આવેલી ગુંફામાં ધ્યાન કરવા જવા રવાના થયા હતાં. જોકે વડાપ્રધાન આ ગુંફા તરફ જાય તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જોકે વરસાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકી શક્યો નહોતો. તેઓ છત્રી લઈને પણ ગુંફા સુધી પહોંચ્યા હતાં. આ વખતે વડાપ્રધાન હાથમાં એક સ્ટીક લીને ચાલતા નજરે પડ્યાં હતાં. અહીં તેમણે ગુંફામાં ધ્યાન ધર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ ગઈ કાલે બપોરે દિલ્હી આવવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન