કાશ્મીરના યુવાનો જ સિલેક્ટ કરે, ટેરરિઝમ કે ટુરિઝમ? : PM - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાશ્મીરના યુવાનો જ સિલેક્ટ કરે, ટેરરિઝમ કે ટુરિઝમ? : PM

કાશ્મીરના યુવાનો જ સિલેક્ટ કરે, ટેરરિઝમ કે ટુરિઝમ? : PM

 | 5:39 pm IST

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બનાવાયેલી લાંબી સુરંગના ઉદઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉધમપુરમાં સભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. મોદી જેમ સભા સ્થળ પર પહોંચ્યા તેમ લોકોએ સીટીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. મંચ સંચાલકે લોકોને સીટી નહિ પણ તાળીઓના ગડગડાટથી મોદીનું સ્વાગત કરવા અનુરોધ કર્યો હતો. આ સભામાં વડાપ્રધાનના દરેક નિવેદન બાદ મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કાશ્મીરના યુવાનોને વિકાસના રસ્તે આગળ ચાલવાનું અને કાશ્મીરનું ટુરિઝમ વિકસાવવા માટે આહવાન કર્યું હતું.

કાશ્મીરમાં થતા પત્થરમારા પર મોદીનું મોટું નિવેદન
તેમણે કહ્યું હતું કે, ”આ ટનલના નિર્માણમાં કરોડો રૂપિયા લાગ્યા છે. પણ હું આજે ગર્વથી કહું છું કે, ભલે આ આ સુરંગના નિર્માણમાં ભારત સરકાર રૂપિયા લાગ્યા હોય. પરંતુ મને ખુશી એ વાતની છે કે, સુરંગના નિર્માણમાં રૂપિયાની સાથે જમ્મુ-કાશમીરના લોકોના પસીનાની મહેક આવે છે. અઢી હજારથી વધુ યુવાનો, 99 ટકા કશમીરના યુવાનોએ તેમાં કામ કર્યું છે. જે યુવાનોએ પત્થરોને કાપીને સુરંગનો દરબાર બનાવ્યો છે, એક હજાર દિવસથી વધુ દિવસો મહેનત કરીને પત્થરોને કાપીને સુરંગ બનાવી છે. હું ઘાટીના યુવાનોને કહેવા માગું છું કે પત્થરની તાકાત શું હોય છે. એક તરફ કેટલાક ભટકેલા યુવાનો પત્થર મારવામાં લાગ્યા છે, બીજી તરફ એ જ કાશ્મીરના યુવાનો પત્થર કાપીને કાશ્મીરનું ભાગ્ય બનાવવામાં લાગ્યા છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘાટીના નૌજવાનો પાસે બે રસ્તા છે, એક તરફ ટુરિઝમ, બીજી તરફ ટેરરિઝમ.

PM મોદીના સંબોધનની મહત્ત્વની વાતો

  • જે સીમા પાર બેસ્યા છે, તેઓ પોતાને જ સંભાળી શક્તા નથી. આપણે સીમાપારના કાશ્મીરના હિસ્સાના નાગરિકોને પણ પ્રગતિ કરી બતાવીશું કે કાશ્મીર કેવો વિકાસ કરી શકે છે. વિકાસ એ જ આપણો મંત્ર છે. જનભાગીદારી આપણો રસ્તો છીએ, તેના પર ચાલવુ છે. યુવા પેઢીને આગળનું ભવિષ્ય બનાવવાનું છે. આ સુરંગ કાશ્મીરની ભાગ્યરેખા બનશે તો હું આવી 9 સુરંગ બનાવવાની યોજના અમારી છે. આ માત્ર રસ્તાનુ નેટવર્ક નહિ, પણ દિલોનું નેટવર્ક બનશે.

  • દરેક કાશમીરીના દિલમાં અટલબિહારી વાજપાયીનું નામ યાદ આવે છે. તેમણે જે મંત્ર આપ્યો તેને લઈને કાશ્મીરને વિકાસની ઊંચાઈ પર લઈ જવામાં મજબૂતી સાથે આગળ વધવા માટે સંકલ્પ કરીએ. કોઈ બાધા નહિ રોકી શકે.
  • મહેબૂબાજીનો આભાર માનું છું કે, ગત વર્ષે 80 હજાર કરોડનું પેકેજ ધોષિત કર્યું તેમાંથી અડધુ બજેટ જમીન પર કાર્યરત થઈ ગયું છે, તે નાની વાત નથી. મહેબૂબાજીની સરકારે કરેલા મહેનતના ફળ દેખાઈ રહ્યાં છે.
  • આ ખૂનનો ખેલ 40 વર્ષના બાદ પણ કોઈની ભલાઈ કરી શક્યું નથી, પણ જો 40 વર્ષોમાં ટુરિઝમને બળ આપ્યું હોત તો આખી દુનિયા આ ઘાટીમાં બેસી હીત. તેથી ટુરિઝમની તાકાતને ઓળખો. તેને વિકસાવવા માટે કેન્દ્ર સરકાર કાશ્મીરની સાથે છે.

  • આ સુરંગ કશ્મીર ઘાટીની ટુરિઝમનો નવો ઈતિહાસ રચશે. ટુરિસ્ટ અસુવિધાથી પરેશાન થઈ જાય છે. મુસીબતો આવે તો ટુરિસ્ટ બીજીવાર આવવાની હિંમત નથી કરતા. પણ હવે આ સુરંગથી ઘાટીમાં ખૂણેખાચરેથી વધુ ટુરિસ્ટ આવશે. આ સુરંગ કાશ્મીરની ભાગ્ય રેખા છે.

  • જમ્મુ અને શ્રીનગરની દૂર કરનારી લાંબી સુરંગ નથી, પરંતુ તેમના વિકાસની લાંબી છલાંગ છે. હિન્દુસ્તાનમાં આ ટનલની ચર્ચા થશે. પરંતુ દુનિયાના તમામ પર્યાવરણવાદી, ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે તેમના માટે આ સુરંગ મોટી ખબર છે. દુનિયાના બીજા ખૂણામાં આ સુરંગ બની હોત તો પર્યાવરણવિદોનું ધ્યાન ઓછું ગયુ હોત. પણ હિમાલયની ગોદમાં આ સુરંગ બનાવીને હિમાલયની રક્ષા, પર્યાવરણની રક્ષા કરવાનું કામ કર્યું. હિમાલયની રક્ષા કરવાનો મહત્વ્નો પ્રયાસ હિન્દુસ્તાનની સરકારે આજે પૂરો કર્યો છે.

મોબાઈલ ફ્લેશથી ટનલનું ઉદઘાટન કરાવ્યું
તેમણે ટનલના ઉદઘાટન વિશે કહ્યું કે, આજે મેં દેશની સૌથી લાંબી ટનલનું ઉદઘાટન વિધીવત કર્યું. પણ હું ઈચ્છું છું કે તેનું ઉદઘાટન તમે લોકો કરો. તમે બધા એકસાથે મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને ટનલનું ઉદઘાટન કરો અને એકસાથે ભારત માતા કી જય બોલો. દરેક મોબાઈલથી ફ્લેશ કરે. આ સમયે સભામાં અદભૂત નજારો સર્જાયો હતો. આ બાદ સભામાં મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા.

મંચ પર જમ્મુ-કાશ્મીરના ગર્વનર એન.એન વોહરા, જમ્મુ-કાશ્મીરા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યાં છે. પોતાના સંબોધનમાં મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાનને યુપીની જીત માટે અભિનંદન આપ્યા.

શું છે સુરંગની ખાસિયત
જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચેનાની અને નાશરી વચ્ચે બનાવવામાં આવેલી આ 9 કિલોમીટર લાંબી સડક સુરંગ બનાવવામાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સુરંગથી દરવર્ષે લગભગ 99 કરોડ રૂપિયાના ફ્યુલની બચત થશે. આ સાથે જ રોજ લગભગ 27 લાખનું ફ્યુલ બચવાની સંભાવના છે.

ચેનાની નાશરી સુરંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેમની સાથે ઓટોમેટિક ઈન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ લાગેલી છે. કેમેરાની મદદથી સુરંગની અંદર દરેક ગાડીની મૂવમેન્ટ પર નજર રાકવામાં આવશે. સુરંગમાં કુલ 124 સામાન્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ સાથે જ સુરંગની અંદર ટ્રાફિક કાઉન્ટિંગ કેમેરા લગાવાયા છે જે ગાડીઓની સંખ્યા અંગે હિસાબ રાખશે. આ ઉપરાંત સુરંગની અંદર બંને બાજુ પેન ટિલ્ટ ઝૂમ કેમેરા લગાવવામાં આવ્યાં છે. જે 360 ડિગ્રી પર ગાડીની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન