PHOTOS: મસ્કતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર-મસ્જિદ દર્શન - Sandesh
  • Home
  • Photo Gallery
  • PHOTOS: મસ્કતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર-મસ્જિદ દર્શન

PHOTOS: મસ્કતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર-મસ્જિદ દર્શન

 | 4:36 pm IST


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં આવેલા 300 વર્ષ જુના મંદિરનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. વડાપ્રધાને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને થોડો સમય પણ પસાર કર્યો હતો. ત્યાર બાદ મોદીએ ઓમાનની સૌથી મોટી સુલ્તાન કબૂસી શાહી મસ્જિદની મુલાકાત લીધી હતી. ઓમાનના પ્રતિનિધિ મંડળે મોદીને મસ્જિદ વિષે માહિતી પુરી પાડી હતી. દુનિયાભરમાં પોતાના સ્થાપત્ય અને સુંદરતા માટે જાણીતી સુલ્તાન કબૂસ શાહી મસ્જિદની ભવ્યતા અને સજાવટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિહાળી હતી.