Prime Minister Narendra Modi will be Come July 20 In Gujarat
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ

 | 6:23 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તમને જણાવી દઇએ કે, 20 જુલાઈએ PM મોદી ગુજરાત આવશે. જેમાં સવારે ધરમપુરમાં 20મી જુલાઇએ તેમનો કાર્યક્રમ નક્કી થયો છે. બપોરે જૂનાગઢ અને સાંજે ગાંધીનગર જશે. PMનો વિગતવાર કાર્યક્રમ આગામી એક બે દિવસમાં જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે. આ ઉપરાંત વલસાડમાં સવારે 10 કલાકે 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તથા આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો લાભાર્થીઓને પીએમ મોદી ફાળવશે આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે.