Prime Minister Narendra Modi Will Find Solution Of Opposition Farmer Politics In Varanasi
  • Home
  • Featured
  • વિપક્ષની ‘ગેમ’નો PM મોદીએ શોધી કાઢ્યો તોડ, આવી રીતે પાડશે ‘ખેલ’

વિપક્ષની ‘ગેમ’નો PM મોદીએ શોધી કાઢ્યો તોડ, આવી રીતે પાડશે ‘ખેલ’

 | 1:07 pm IST

દેશભરના ખેડૂતો અવાર નવાર રાજધાની દિલ્હીમાં માર્ચ કાઢે છે. તેમને વિરોધ પક્ષના રાજનેતાઓ મંચ પુરો પાડે છે અને જુગલબંધી પણ કરતા રહે છે. જેનો તોડ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાંથી કાઢશે. જેના ભાગરૂપે ભાજપ કિસામ મોર્ચાનું રાષ્ટ્રિય અધિવેશન ઉત્તર પ્રદેશમાં યોજાય તેવું માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં કિસાન મોર્ચાના આ પ્રસ્તાવિત અધિવેશનમાં દેશભરના કાર્યકર્તાઓ એકત્ર થશે.

વર્ષ 2014 અને 2017માં અલગ અલગ રીતે ચૂંટણી લડીને કારમો પરાજય ખમી ચુકેલો વિપક્ષ આ વખતે એકજુથ થવાની કવાયત કરી રહ્યો છે. જેના માટે વિપક્ષ જાતિગત ચોકા રચીને મોદીનો રથ રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે તો ખેડૂતો, વ્યાપારી સહિતના જુદા જુદા વર્ગોમાં રહેલા અસંતોષની સહાનુભૂતિ મેળવી તેમને પિતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ ખતરાને પારખી ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આયોજનો, કાર્યક્રમો, અને અભિયાનોનીએ દિશા ઉત્તર પ્રદેશ તરફ વાળી દીધી છે. રાજધાની લખનૌમાં આ મહિને ભાજપના અનુસૂચિત મોર્ચાનું પણ રાષ્ટ્રિય અધિવેશન થવાનું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે.

15 હજારથી પણ વધારે પ્રતિનિધિઓ રહેશે હાજર

ભાજપના કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભદોહીથી સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તનું કહેવું છે કે, અધિક્વેશનમાં દેશભરમાથી કિસાન મોર્ચાના લગભગ 15 હજાર પ્રતિનિધિઓ પહેલા દિવસે મહત્વપૂર્ણ સત્રો યોજશે. બીજા દિવસે 2 લાખથી પણ વધારે કિસાન મોર્ચાના કાર્યકર્તાઓ હાજર રહેશે. સમાપન સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. ટૂંક સમયમાં જ તારીખોની જાહેરાત કરી દેવામાં આવશે.

અધિવેશનના બહાને ક્ષેત્ર અને ખેડૂતો એમ બંનેને સાધવા પર નજર

વિપક્ષના સૂટ બૂટની સરકારના આરોપો વચ્ચે મોદી સરકાર અને ભાજપે પોતાને ખેડૂતોની હિતેચ્છુ હોવાનું દર્શાવવામાં કોઈ જ કસર છોડી નથ્હી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટેની રેલીઓને સંબોધિત કરી યૂરિયાને નીમ કોટેડ કરવાથી લઈને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, સિંચાઈની જુદી જુદી પરિયોજનાઓના લોકાર્પણને લઈને ન્યૂનતમ સમર્થન મૂલ્યને દોઢ ઘણું કરવા જેવી અનેક સફળતાઓ ગણાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન