Prime Minister Narendra Modi with Amit Shah's Grand Daughter
  • Home
  • Videos
  • Featured Videos
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નાનકડી બાળકી તેડી લીધી તે કોણ? જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નાનકડી બાળકી તેડી લીધી તે કોણ? જુઓ Video

 | 9:50 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મતદાન કરવા રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલ પહોંચ્યા હતાં. આ વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે. આ બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે. અમિત શાહ પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

મતદાન મથકની બહાર એક ખાસ ઘટના ઘટી હતી. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકો જોતા જ પ્રભાવિત થઈ જતાં હોય છે અને પોતાનું વ્હાલ વરસાવતા હોય છે. કંઈક આવુ જ આજે પણ બન્યું હતું. વડાપ્રધાને નિશાન સ્કૂલની બહાર એક નાની બાળકીને ઉંચકીને તેડી લીધી હતી.

નરેન્દ્ર મોદી તે બાળકીને તેડીએ ચાલ્યા પણ હતાં. પીળા ફ્રોકમાં બાળકી અત્યંત ક્યૂટ લાગી રહી હતી. મોદી પહેલા આ બાળકીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ તેડી હતી. આ બાળકી અમિત શાહના પુત્ર જય શાહની પુત્રી છે. એટલે કે અમિત શાહની પૌત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન