આવી રીતે થાય છે રોયલ વેડીંગ, જાણો પ્રિન્સ હૈરી-મેગન મર્કેલના લગ્નની 6 ખાસ વાતો - Sandesh
  • Home
  • World
  • આવી રીતે થાય છે રોયલ વેડીંગ, જાણો પ્રિન્સ હૈરી-મેગન મર્કેલના લગ્નની 6 ખાસ વાતો

આવી રીતે થાય છે રોયલ વેડીંગ, જાણો પ્રિન્સ હૈરી-મેગન મર્કેલના લગ્નની 6 ખાસ વાતો

 | 6:18 pm IST

બ્રિટનના પ્રિંસ હૈરી અને અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલના લગ્ન આગામી શનિવારે થવાના છે. ઇંગ્લેન્ડના વિંડસર શહેરમાં આ લગ્ન થવાના છે જેનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેથી દુનિયાભરમાં લોકો આ શાહી લગ્નને લાઇવ જોઇ શકશે.

હવે સ્વાભાવિક છે કે રોયલ વેડીંગમાં તૈયારીઓ પણ શાહી જ રહેવાની. આવો જાણીએ એ ખાસ છ બાબતો અંગે જે પ્રિન્સ હૈરી અને મેગન મર્કેલ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે.

પ્રિન્સ માટે ખાસ વ્યવસ્થાઓ
આર્ટિસન કોન્ડમ મેન્યુફેક્ચરર “ક્રાઉન જ્વેલ્સ” દ્વારા આ અવસરને યાદગાર બનાવવા માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. તેઓએ પ્રિન્સ માટે સારા ફિટીંગ્સ યુક્ત એક કોન્ડમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને એક ખાસ આવરણમાં રાખવામાં આવશે જ્યારે તેને ખોલવામાં આવશે ત્યારે “God Save the Queen and The Star Spangled Banner” વાળુ ગીત વાગશે. એટલું જ નહીં આ આવરણમાં આ યુગલનો સુંદર ફોટો જોવા મળશે.

મેગન-હૈરી કરશે ખાસ ડીઝાઇનની કારમાં સફર
આ અવસરને ખાસ બનાવવા માટે એક કારને ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવી છે. આ કારની છત પર બ્રિટન અને અમેરીકાના ધ્વજ હશે અને કાર પર “મેગન હૈરીને પ્રેમ કરે છે” અને “પ્રેમ જ સર્વસ્વ છે જે તમને જોઇએ છે” તેવું લખ્યું હશે.

19 મે ના રોજ ફક્ત આ શાહી જોડી લગ્નના બંધનમાં નથી બંધાઇ રહી પરંતુ બ્રિટનમાં અન્ય યુગલ પણ આ દિવસે લગ્ન કરી રહ્યા છે. લૂસી પૈરિક્સન અને એન્ડ્રયુ ડિક્સન પણ આ દિવસે લગ્ન કરી રહ્યા છે. તેનું કહેવું છે કે, “મને એ કહેવામાં આનંદ થઇ રહ્યો છે કે હું લગ્ન કરવા જઇ રહી છુ. મેગન લગ્નના દિવસે ક્યો ડ્રેસ પહેરશે તેને જોવા માટે હું ઉત્સુક છું”.

શાહી રજાઓનો માણી શકાશે આનંદ
જો તમે રોયલ પરિવાર અને લગ્ન અંગે બધુ જાણવા માંગતા હો તો તમારે 2,500 પાઉન્ડ (અંદાજે 2 લાખ 28 હજાર)નો ખર્ચ કરવો પડશે. ત્યારબાદ તમારી 8 દિવસની ટૂર શરૂ થશે. જે દરમ્યાન તમે બ્રિટીશ રાજાશાહીની સુંદર જગ્યાઓ પર ફરશો અને શાહી ઇતિહાસવિદ્દોને મળીને માહિતી મેળવવાની સાથે શાહી લગ્નનો આનંદ ઉઠાવી શકશો.

શાહી પ્રાર્થનાનું આયોજન
એંજેલકન ચર્ચે આ યુગલ માટે નવ લાઇનની પ્રાર્થના તૈયાર કરી છે જે આ રીતે શરૂ થાય છે…””God of love, send your blessing upon Harry and Meghan, and all who are joined in marriage, that… they may both live and grow in your love”. કૈંટરબરીના આર્કબિશપ અને એંજેલકન લીડર જસ્ટિન વેલબી સમારોહની વ્યવસ્થાઓની જવાબદારી સંભાળશે.

આ યુગલ પર એક ફિલ્મ બની ચુકી છે
યુએસની ચેનલ લાઇફટાઇમે રવિવારે એક ફિલ્મ “When Harry met Meghan: A Royal Romance” દર્શાવી હતી. આ ફિલ્મના ટાઇટલની પ્રેરણા 1989ની કોમેડી ફિ્લ્મ “When Harry met Sally”માંથી લેવામાં આવી હતી. આ ફિલ્મમાં હૈરી અને મેગનની લવસ્ટોરીને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઇ રીતે એક હૈરીને એક અમેરીકન વિધવા સાથે પ્રેમ થઇ જાય છે અને તેની સાથે તે લગ્ન કરવા માગે છે. અને જોરથી બોલે છે કે “તે મને ખુશ રાખે છે માટે રીતરીવાજો ભાડમાં જાય”

રેસ્ટોરન્ટે તૈયાર કર્યા ખાસ પકવાન
સુશિ રેસ્ટોરન્ટ ચેઇને આ અવસર પર ખાસ રીતે બનાવેલા “When Harry met Meghan” લંચબોક્સની શરૂઆત કરી દીધી છે. આ લંચબોક્સમાં સામન, યેલ્લોફિન ટુના નિગિરિ, એવોકૈડો, ગાજરનું સલાડ, સફેદ આદુ, તાજો ફૂદીનો અને સોયા સોસ હશે. તો લંડનની પટસરી રેસ્ટોરન્ટે કપકેક અને યુએસ સ્ટપલ તૈયાર કર્યા છે.