Prince Herry and Meghan Markel Spot in Wedding
  • Home
  • Featured
  • Photos: ક્વીન એલિઝાબેથની પૌત્રીનાં લગ્નમાં આ અંદાજમાં જોવા મળ્યા પ્રિંસ હૈરી અને મેગન માર્કેલ

Photos: ક્વીન એલિઝાબેથની પૌત્રીનાં લગ્નમાં આ અંદાજમાં જોવા મળ્યા પ્રિંસ હૈરી અને મેગન માર્કેલ

 | 9:19 am IST

ક્વીન એલિઝાબેથની પૌત્રી પ્રિંસેસ ઇયૂઝન અને જૈક બ્રુકસ્બેંક શુક્રવારે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. તેમણે વિંડસર કાસલમાં લગ્ન કર્યા. લગ્નમાં પ્રિંસેસ યૂઝીને એથેરિયલ ઑફ શૉલ્ડર ગાઉન પહેર્યું હતુ. આ ડ્રેસને પીટર પિલોટોએ ડિઝાઇન કર્યું છે. લગ્નની સેરેમની સેંટ જૉર્જ ચેપલમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રિન્સ હૈરી અને મેગન માર્કેલનાં લગ્ન પણ અહીં જ થયા હતા.

લગ્નમાં મેગન માર્કેલ અને પ્રિંસ હૈરી પણ જોવા મળ્યા હતા. મેગને ઇડિંગો બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી. ડ્રેસ સાથે તેણે મેચિંગ હાઈ હીલ્સ પહેરેલા હતા. આ ઉપરાંત પ્રિંસ વિલિયમ અને કેટ મિડલટન પણ લગ્નમાં પહોંચ્યા હતા. કેટ મિડલટને મર્જેંટા કરલની ડ્રેસ પહેર્યો હતો.