પ્રિન્સ યુવીકાએ કરી સગાઇ - Sandesh

પ્રિન્સ યુવીકાએ કરી સગાઇ

 | 4:06 am IST

રિયાલિટી શોથી આગળ આવેલો પ્રિન્સ નરુલા બિગ બોસનો વિનર થયા બાદ ઘણો જ ફેમસ થઇ ગયો છે, આમ જોવા જઇએ તો રોડીઝ, સ્પ્લીટ્સવીલા અને બિગ બોસ એમ સળંગ ત્રણ રિયાલિટી શો જીત્યા બાદ પ્રિન્સને રિયાલિટી શોનો કિંગ પણ કહેવામાં આવ્યો હતો. હાલ પ્રિન્સ રોડીઝના મેન્ટર તરીકે તેમજ બીજી એક સીરિયલમાં પણ જોવા મળે છે. તે જ્યારે બિગ બોસમાં હતો. ત્યારે જ તેને યુવીકા ચૌધરી માટે કુણી લાગણી થઇ હતી, બિગ બોસના ઘરમાંથી બહાર આવીને યુવીકા સાથે તેનો સંપર્ક ચાલુ રહ્યો અને પ્રિન્સે ઘણીવાર યુવીકાને પ્રપોઝ પણ કર્યું, પરંતુ યુવીકા તેમના સંબંધને થોડો સમય આપવા માંગતી હતી અને તે એટલું જલદી કમિટેડ થવા નહોતી માંગતી. આ બાબતે પ્રિન્સે યુવીકાના નિર્ણયને પૂરતો સપોર્ટ કર્યો હતો, જોકે કમિટેડ ન હોવા છતાં બંને કપલની માફક જ એકબીજા સાથે ફરતાં. હવે ફાઇનલી પ્રિન્સ અને યુવીકાએ એકબીજા સાથે સગાઇ કરી લીધી છે. સગાઇ બાદ બંનેએ પોતાની રિંગ બતાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ફેન્સ સાથે શેર કરીને તેમને સગાઇની જાણ કરી હતી. પોતાની સગાઇને લઇને પ્રિન્સ અને યુવીકા ઘણા જ ખુશ છે.