અમદાવાદમાં ધો.3માં ભણતી વિદ્યાર્થીની ઉપર આચાર્યે આચર્યું દુષ્કર્મ , લોકોમાં ચોમેર ફિટકાર – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ધો.3માં ભણતી વિદ્યાર્થીની ઉપર આચાર્યે આચર્યું દુષ્કર્મ , લોકોમાં ચોમેર ફિટકાર

અમદાવાદમાં ધો.3માં ભણતી વિદ્યાર્થીની ઉપર આચાર્યે આચર્યું દુષ્કર્મ , લોકોમાં ચોમેર ફિટકાર

 | 8:53 am IST

અમદાવાદના શાહપુર મ્યુનિ.શાળાના ઈન્ચાર્જ આચાર્યે ધો-૩માં અભ્યાસ કરતી સાડા સાત વર્ષની બાળા ઉપર દૂષ્કર્મ આચરતાં ચોમેર ફિટકારની લાગણી વરસી છે. ઘટનાને લઈ રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ પર પથ્થરમારો કરી હલ્લાબોલ કર્યો હતો અને આરોપીને સોંપી દેવા માંગણી કરી હતી. જેમાં પોલીસે નિર્દોષ લોકો ઉપર લાઠીઓ વરસાવતાં લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઊઠયો હતો. હરકતમાં આવેલી પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુર દરવાજા બહાર આવેલી મ્યુનિ. સ્કૂલમાં સાડા સાત વર્ષની બાળા રિચા (નામ બદલ્યું છે) ધો-૩માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગત શનિવારે સવારે રિચા સવાર સ્કૂલમાં ગઈ હતી અને બપોરે ઘરે પરત ફરી હતી. દરમિયાન રિચાની માતાએ તેનો યુનિફોર્મ ધોવા માટે લીધો ત્યારે તેમાં ડાઘ જોવા મળતાં કશુંક અમંગળ થયાનું માલૂમ પડયું હતું તેથી યુનિફોર્મ ધોયો નહોતો. જ્યારે બીજા દિવસે સ્કૂલમાં ગયેલી રિચા બપોરે ઘરે આવી ત્યારે તેની ચડ્ડી ઉપર બહારના ભાગે સફેદ ડાઘ જોવા મળ્યાં માતા ચોંકી ઊઠી હતી. માસૂમ બાળા સાથે કશુંક અજગતું બન્યું હોવાની શંકા પ્રબળ બનતાં માતાએ બાળાને આ વિશે પૂછતાં પારેવાની જેમ ફફડતી બાળાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં મને સુનિલ સર ઉપરના માળે લઈ ગયા હતા અને રૂમ બંધ કરી મારી ચોટલી ખેંચી ધમકાવતા હતા અને મારા ગુપ્ત ભાગમાં શારીરિક અડપલાં કરતા હતા. બાળાના કેફીયતથી માતાને ધ્રાસ્કો પડયો હતો અને શિક્ષકની કરતૂતને ખુલ્લી પાડવા માટે માતા બાળાને લઈ ફેમિલી ડોક્ટર પાસે દોડી ગઈ હતી. જ્યાં ડોક્ટરની તપાસ બાદ શારીરિક અડપલા થયાનું માલૂમ પડતાં બાળાની માતાએ શૈતાન આચાર્ય સુનિલ વિરજી ડામોર (રહે. અભિષેક એપાર્ટમેન્ટ, નારણપુરા) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

હરકતમાં આવેલી પોલીસે દૂષ્કર્મનો ભોગ બનેલી બાળાની ચડ્ડી કબજે લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી આપી બાળાને તપાસ માટે સિવિલમાં ખસેડી હતી અને આચાર્ય સુનિલ ડામોરની ધરપકડ કરી હતી. જો કે, પોલીસની કાર્યવાહીથી લોકોમાં અસંતોષ હતો અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. દરમિયાન સોમવારે બપોરે બાર વાગ્યાના સુમારે પોલીસ આરોપી આચાર્યને લઈ તપાસ માટે શાળામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને સોંપી દેવા માંગણી કરી હતી. ગુસ્સેથી લાલઘૂમ થયેલા લોકોનો રોષ પ્રચંડ બનતાં પોલીસ નિર્દોષ લોકો ઉપર તૂટી પડી હતી. ખાખી વર્દીનો રૂઆબ બતાવવા પોલીસે લાઠીચાર્જ કરી શૂરાતન બતાવ્યું હતું. લોકોએ મચક નહીં આપતાં પથ્થરમારો કરતાં મામલો ઉગ્ર બનતાં પોલીસના ઊચ્ચ અધિકારીઓને દોડી આવવાની ફરજ પડી હતી. લંપટ શિક્ષક કમ ઈન્ચાર્જ આચાર્યના કરતૂતના બનાવથી શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. શિક્ષણના આંચળ ઓઢીને જ્યાં આવા શૈતાન બેઠા હોય ત્યાં બાળાઓ કેટલી સુરક્ષિત ગણાય તે પણ વિચાર માંગી લે તેવી બાબત છે. માસૂમ બાળા ઉપર આચાર્યે કરેલા દૂષ્કર્મના પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. આચાર્યને કડક સજા થાય અને કેસમાં ભીનું ન સંકેલાય તે માટે તેમજ પોલીસે બે જણાની અટકાયત કરતાં સાંજે અઢીસોથી ત્રણસોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચતાં મામલો તંગ બની ગયો હતો.

AMCની ઘોર બેદરકારી
અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની ઘોર બેદરકારી ફરી સામે આવી છે. આરોપી ઇન્ચાર્જ આચાર્ય સામે પોલીસ ફરિયાદ થઇ ગઇ છે છતાં મ્યુનિ.ના શાસકો તેને નિલંબિત કરી રહ્યાં નથી. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઇ કહે છે કે, પોલીસ તપાસ ચાલી રહી છે તેને રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક સામે કાર્યવાહી થશે. હાલમાં તેમની બદલી કરાઇ છે. વિપક્ષના નેતા દિનેશ શર્મા કહે છે કે, શિક્ષણજગતને કલંકિત કરતી ઘટનામાં હજુપણ મ્યુનિ.ના શાસકો કડક પગલાં ભરી રહ્યાં નથી. આ સ્થિતિ રહેશે તો વાલીઓ બાળકોને મ્યુનિ. સ્કૂલોમાં નહીં મોકલે. શિક્ષકને સસ્પેન્ડ કરી, પીડિતના પરિવારને ૧૦ લાખની સહાયની માગણી કરી છે.