મા વગરના પૃથ્વીના પિતાનો ફોન સ્વિચ ઓફ, `મન કી બાત' કહે છે ભારતના અન્ડર-19 કેપ્ટન - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  •  મા વગરના પૃથ્વીના પિતાનો ફોન સ્વિચ ઓફ, `મન કી બાત’ કહે છે ભારતના અન્ડર-19 કેપ્ટન

 મા વગરના પૃથ્વીના પિતાનો ફોન સ્વિચ ઓફ, `મન કી બાત’ કહે છે ભારતના અન્ડર-19 કેપ્ટન

 | 9:57 am IST

ભારતીય ટીમ અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યા પછી વિજ્યોત્સવમાં ગળાડૂબ હતી, ત્યારે આનંદની આ પળોમાં વચ્ચે વચ્ચે કેપ્ટન પૃથ્વી શો તેમના પાપાને ફોન કરી રહ્યા હતાં, પરંતુ ન્યુઝિલેન્ડના સમય મુજબ રાતે 12 વાગ્યા સુધીમાં પૃથ્વીની પાપા સાથે વાત જ થઈ ન હતી. મીડિયા સાથે વાતચીત  વખતે પાપા સાથે વાત થઈ ન હોવાનું દુખ તેમના અવાજમાં સ્પષ્ટપણે છલકાતો હતો.

પૃથ્વીએ ભારે પરિશ્રમ સાથે પોતાની લાગણી દબાવતાં જણાવ્યું હતું કે મેચ જીત્યા પછી મેં સૌ પ્રથમ ફોન પાપાને કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ હતો. મેં અનેકવાર પ્રયાસો કર્યા પણ વાત થઈ નથી. મને ખબર છે કે તેઓ લાગણીશીલ છે.

પૃથ્વી સાડા ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું. તેમની સૌથી નજીક તેમના પપા જ છે. અનેકવાર પૃથ્વીએ જણાવ્યું હતું કે મારા માટે પાપા જ મારા મમ્મી છે. પિતાએ જ સૌ પ્રથમ તેમને ક્રિકેટની કોચિંગ આપી હતી. આથી તેમના સંબંધો માત્ર પિતા અને પુત્ર સુધી જ સીમીત નથી. બંને વચ્ચે ગુરુ-શિષ્ય જેવા સંબંધ પણ છે.

અન્ડર-19 વર્લ્ડ કપમાં 65.25ની સરેરાશ સાથે 261 રન કરનાર ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી શોએ જણાવ્યું હતું કે ટીમ આજે જે સ્થાને પહોંચી છે તેમાં રાહુલ દ્રવિડનું સૌથી વધારે યોગદાન છે. રાહુલ સરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ખેલાડીઓ વચ્ચે નકારાત્મક વાતાવરણ થવા દેતા નથી. ફાઈનલના એક દિવસ અગાઉ તેમણે અમને બધાને કહ્યું હતું કે મેચ એન્જોય કરવાની છે અને કોઈ પણ પ્રકાર દબાણમાં આવતાં નહીં. જોકે તેઓ  શિસ્તમાં જરાય બાંધછોડ કરતાં નથી. મીડિયા સાથે વાતચીત વખતે જ દ્રવિડે પૃથ્વીને બૂમ પાડી બોલાવ્યા હતા અને તેઓ ફોન મુકીને જતા રહ્યા હતાં.

પૃથ્વી છેલ્લાં કેટલાક વર્ષોથી કોચ જવાલાસિંહની મદદ લઈ રહ્યા છે. જવાલાના યોગદાનની પ્રશંસા કરતાં પૃથ્વીએ કહ્યું હતું કે હું આજે જ્યાં છું તેમાં જવાલા સરનું યોગદાન સૌથી વધારે છે. તેઓ મદદ માટે હંમેશા તૈયાર હોય છે. આ જ તેમની વિશેષતા છે. ગમે તે સમયે  મેં જ્યારે તેમની મદદ માગી છે ત્યારે તેમણે મને હંમેશા મદદ કરી છે.

દરેક ક્રિકેટરને આજકાલ વિરોટ કોહલી બનવાની મનોકામના હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી આવ્યા પણ ન હતા ત્યારથી પૃથ્વી માટે તેઓ પ્રેરણારૂપ હતાં. આ અંગે પૃથ્વીએ જણાવ્યું હતું કે હું આઠ વર્ષનો હતો ત્યારે 2008માં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2012માં ઉન્મુત્ક ચંદની કેપ્ટનશિપમાં ભારત અન્ડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી હું પણ ટાઈટલ જીતવાનાં સપના જોતો હતો. સાચું કહું તો જ્યારે અન્ડર-19 માટે મારી પસંદગી થઈ ત્યારે મને ભારોભાર વિશ્વાસ હતો કે અમે પણ ચેમ્પિયન થઈશું.