priti zinta will come in bollywood after long time merraige
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • લગ્ન કરીને બોલિવૂડ સાથે છુટાછેડા લેનારી પ્રિતી ઝિંટા ફરી ફિલ્મી પડદે દેખાશે

લગ્ન કરીને બોલિવૂડ સાથે છુટાછેડા લેનારી પ્રિતી ઝિંટા ફરી ફિલ્મી પડદે દેખાશે

 | 10:21 am IST

પ્રીતિ ઝિંટા એક સમયની હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી સફળ ફિલ્મો આપીને બી ટાઉનમાં એ સાબિત કરી બતાવ્યું હતું કે તે પણ કોઇથી કમ નથી. પ્રીતિ અને રાનીની જોડી એ સમયે હિટ હતી. પહેલી વાર બોલિવૂડમાં એવું બન્યું હતું કે બોલિવૂડમાં કોઇ બે હિરોઇનની જોડીની બોલબાલા હોય. બાકી હીરો અને હિરોઇનની જોડી તો અનેક હિટ થઇ છે. પણ પ્રીતિ અને રાનીએ પણ ઘણી સફળ ફિલ્મો સાથે આપી હતી. ત્યારબાદ આ બંનેની કરિયર પણ એકસાથે જ પૂરી થઇ હતી.

એ પછી પ્રીતિએ લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું હતું. અલબત્ત, લગ્ન કરતાં પહેલાં તેણે એક-બે ફિલ્મો કરી હતી, પણ તે સફળ નહોતી રહી. હવે પ્રીતિ ફરીથી બી ટાઉનમાં સક્રિય થયેલી જોવા મળી રહી છે. પહેલાં સમાચાર આવ્યા હતા કે તે રિતીક સાથે ફરી જોડી જમાવશે. રિતીક અને પ્રીતિ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેકમાં સાથે જોવા મળશે. અલબત્ત, તેની લીડ હિરોઇન બીજી હશે પણ પ્રીતિ પણ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરશે. જોકે આ વાત વિશે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત નથી થઇ. પણ પ્રીતિની પી.આર ટીમ પાસેથી બીજા એક નવા સમાચાર આવી રહ્યા છે કે તે આશુતોષ ગોવારીકરની ફિલ્મથી ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહી છે. તે હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહી છે. જોકે તેને આ વાર્તા પસંદ પણ પડી છે. આશુતોષની આ ફિલ્મ હિસ્ટોરિકલ ફિલ્મ નહીં હોય. તે ફિલ્મ સસરા અને વહુના સંબંધની ખાટીમીઠી વાતો પર આધારિત હશે. ફિલ્મમાં પ્રીતિ અને પરેશ રાવલ જોવા મળશે. પ્રીતિ પરેશના દીકરાની વહુના રોલમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન