IPL-2018: પ્રિટી અને સેહવાગના ઝઘડામાં પ્રિટીનો મોટો ખુલાસો...!!!! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: પ્રિટી અને સેહવાગના ઝઘડામાં પ્રિટીનો મોટો ખુલાસો…!!!!

IPL-2018: પ્રિટી અને સેહવાગના ઝઘડામાં પ્રિટીનો મોટો ખુલાસો…!!!!

 | 10:08 am IST

વર્તમાન IPLની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર બાદ કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક પ્રિટી ઝિન્ટા ઘણી નારાજ છે. રિપોર્ટ મુજબ મેચ બાદ ટીમની હારને લઈ તેણે ટીમના મેન્ટર વિરેન્દ્ર સેહવાગ સાથે ઘણા તીખા સ્વરે સવાલ-જવાબ કર્યા હતા. પોતાના કામમાં પ્રિટી ઝિન્ટાની દખલ અંદાજીથી સેહવાગ પણ પરેશાન છે.

સેહવાગ પણ ટીમની હાર બદલ પોતાને ટાર્ગેટ બનાવાતાં નારજ છે અને તે પંજાબ ટીમ સાથેના પાંચ વર્ષ જૂના સંબંધ તોડી શકે છે. સેહવાગે ટીમના અન્ય માલિકોને સ્પષ્ટ કહીં દીધું છે કે, તે પ્રિટી ઝિન્ટાના એક્ટિંગ વાળા નખરાંને સહન નહીં કરે. રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબને 159 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ પંજાબની ટીમ 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી 143 રન બનાવી શકી હતી જેથી આ મેચ 15 રને હારી ગઈ હતી. આ મેચમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને ત્રીજા નંબરે કરુણ નાયર અને મનોજ તિવારી જેવા બેટ્સમેનોથી પહેલાં બેટિંગ માટે મોકલાતાં પ્રિટીએ સેહવાગની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

અશ્વિન એકેય રન બનાવી શક્યો નહોતો. સેહવાગે છેલ્લા પાંચ વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલો છે. પ્રિટી ઝિન્ટા, નેસ વાડિયા અને બિઝનેસમેન મોહિત બર્મન આ ફ્રેન્ચાઇઝીના સંયુક્ત માલિક છે. બીજી તરફ પ્રિટી ઝિન્ટાએ આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતાં ટ્વિટ કરી આ મામલાને આધારહિન ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, તે દિવસે મેચ દરમિયાન આવું કંઈ નહોતું થયું. તે માત્ર સેહવાગ સાથે ટીમ અંગે વાત કરી રહી હતી. જેને અલગ રૃપ આપી મને વિલન તરીકે ચિતરવામાં આવી છે.