NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખાનગી બેન્કોનાં પ્રોવિઝનમાં ૭૭ ટકાનો વધારો

ખાનગી બેન્કોનાં પ્રોવિઝનમાં ૭૭ ટકાનો વધારો

 | 3:32 am IST

મુંબઇ, તા.૧૬

ડિસેમ્બર ક્વાર્ટરમાં જાહેર બેન્કની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કોની કામગીરી અત્યંત ખરાબી રહી છે. તમામ ૧૬ ખાનગી બેન્કોનું કુલ પ્રોવિઝનમાં વાર્ષિક તુલનાએ ૭૭ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. ડિસેમ્બર ૨૦૧૬ના ત્રિમાસિક ગાળામાં તમામ ખાનગી બેન્કોનું બેડ લોન કે એનપીએ માટેનું કુલ પ્રોવિઝન રૂ.૯૪૭૪ કરોડ નોંધાયું છે. જે વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ.૫૩૩૫ કરોડ હતું. જેની સામે સમીક્ષાધીન સમયગાળામાં જાહેર ક્ષેત્રની ૨૩ બેન્કોનું કુલ પ્રોવિઝન ૧૭.૩ ટકા ઘટીને રૂ.૩૪,૭૫૮ કરોડ થયું છે. જ્યારે વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં સરકારી બેન્કોએ રૂ.૪૨,૦૧૮ કરોડનું પ્રોવિઝન કર્યું હતું. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોના જણાવ્યા મુજબ નોન પર્ફોમિંગ એસેટ્સ વધવાને કારણે બેન્કોના ખાસ કરીને ખાનગી બેન્કોના પ્રોવિઝનમાં ચિંતાજનક વધારો થયો છે. જેમકે એક્સિસ બેન્કનું પ્રોવિઝન વાર્ષિક તુલનાએ પાંચ ગણું વધીને રૂ.૩૭૯૬ કરોડ રહ્યું છે. તો એચડીએફસી બેન્કનું પ્રોવિઝન ૯.૪ ટકા વધીને રૂ.૭૧૬ કરોડ નોંધાયું છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં ૧૬ ખાનગી બેન્કોની ગ્રોસ એનપીએ વ્૮૭ ટકા વધીને રૂ.૮૫,૯૦૫ કરોડે પહોંચી છે. જેની સામે જાહેર ક્ષેત્રની ૨૩ બેન્કોની ગ્રોસ એનપીએ પણ ૫૪ ટકા વધીને રૂ.૫.૯૫ લાખ કરોડ થઇ છે.  જાહેર ક્ષેત્રની બેન્કોની વાત કરીયે તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક, ઓરિએન્ટલ બેન્ક, વિજ્યા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકારો, યુનાઇટેડ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર- જયપુર અને સ્ટેટ બેન્ક ઔફ મૈસૂરના પ્રોવિઝનમાં વધારો થયો છે. તો ખાનગી બેન્કોમાં ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક સિવાયની તમામ બેન્કોનું પ્રોવિઝન વધ્યું છે.

આ સાથે ડિસેમ્બર ક્વાર્ટરને અતે લિસ્ટેડ ૪૨ બેન્કોની ગ્રોસ એનપીએ વધીને રૂ.૭ લાખ કરોડે પહોંચી છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટર ૨૦૧૫ના અંતે બેન્કિંગ સેક્ટરની સંયુક્ત ગ્રોસ એનપીએ રૂ.૩.૪ લાખ કરોડ હતી. સપ્ટેમ્બર ૨૦૧૫થી લઇ અત્યાર સુધીમાં એક્સિસ બેન્કની બેડ લોનમાં ૩૬૦ ટકા, સ્ટેટ બેન્ક મૈસૂરની ૨૫૬ ટકા, ઓરિએન્ટલ બેન્કની ૧૩૯ ટકા, આઇડીબીઆઇ બેન્કની ૧૩૯ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકારોની ૨૧૮ ટકા, અલ્હાબાદ બેન્કની ૧૩૯ ટકા, કેનેરા બેન્કની ૧૪૪ ટકા, ICICI બેન્ક ૧૩૭ ટકા, આંધ્ર બેન્કની બેડ લોનમાં ૧૨૬ ટકાનો વધારો નોંધાયો છે.

tables1 tables2