પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરતી વખતે ભુલથી પણ ના વાપરતા આ વસ્તુઓ - Sandesh
NIFTY 10,562.40 +36.20  |  SENSEX 34,410.06 +78.38  |  USD 65.7400 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરતી વખતે ભુલથી પણ ના વાપરતા આ વસ્તુઓ

પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરતી વખતે ભુલથી પણ ના વાપરતા આ વસ્તુઓ

 | 2:34 pm IST

આપણાં શરીરના પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરવી ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે પ્રાઇવેટ પાર્ટની સફાઇ નથી રાખતા તો તમને અનેક પ્રકારના ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. માટે જો તમે પ્રાઇવેટ પાર્ટની અનેક સમસ્યાઓથી બચવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમારે હંમેશ માટે ફોલો કરવી જોઇએ.

હેર રિમૂવરનો ઉપયોગ ના કરો
મોટાભાગની મહિલાઓ પ્રાઇવેટ પાર્ટના હેરને રિમૂવ કરવા માટે હેર રિમૂવરનો ઉપયોગ કરતી હોય છે. આમ, જો તમે પણ આવુ કરતા હોવ તો હવે ના કરતા કારણકે, હેર રિમૂવરનો ઉપયોગ કરવાથી સ્કિન કમજોર થઈ જાય છે. જેનાથી ઇન્ફેક્શન થવાનો ભય વધી જાય છે.

શેવિંગ બ્લેડનો ઉપયોગ ના કરો
શેવિંગ બ્લેડનો ઉપયોગ કરવાથી ત્વચા પર કટ્સ લાગી જાય છે. જે કારણોસર સેક્સ સમયે ઇન્ફેક્શનના ચાન્સ ખૂબ જ વધી જાય છે.

લિકવિડ યુઝ ના કરો
કેટલીક મહિલાઓ લિકવિડથી પ્રાઇવેટ પાર્ટની સફાઈ કરે છે. આમ, જો તમે પણ લિકવિડથી પ્રાઇવેટ પાર્ટની સફાઈ કરતા હોવ તો તરલ પદાર્થ પ્રાઈવેટ પાર્ટની અંદર જતા રહે છે, જેનાથી બેક્ટેરિયા ઉદ્દભવે છે.

અંડરવિયર ફેન્સી ન ખરીદો
હંમેશા અંડરવિયર ખરીદતી વખતે ફેન્સીની સાથે-સાથે આકારનુ પણ ધ્યાન રાખો. ટાઈટ અંડરવિયર પહેરવાથી સ્કિન પ્રોબ્લેમ ખૂબ જ પ્રમાણમાં થાય છે.