Private trains fares: Indian Railways to set no upper limit on ticket prices?
  • Home
  • Featured
  • ઓપરેટર્સ ખાનગી ટ્રેનના ભાડા પોતે ઇચ્છે તેટલા રાખી શકે છે, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી : રેલવે

ઓપરેટર્સ ખાનગી ટ્રેનના ભાડા પોતે ઇચ્છે તેટલા રાખી શકે છે, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી : રેલવે

 | 7:15 am IST

। નવી દિલ્હી ।

ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ખાનગી ઓપરેટર્સ દ્વારા સંચાલિત પ્રવાસી ટ્રેનના ભાડાની મહત્તમ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. રેલવેએ એવી સ્પષ્ટતા પણ કરી કે ખાનગી ઓપરેટર્સે ભાડુ નક્કી કરવા કોઇ સત્તાવાળાની મંજૂરી લેવાની પણ જરૂર નહીં પડે. તેનો અર્થ એ થયો કે ખાનગી ઓપરેટર્સ જે ટ્રેનનું સંચાલન કરશે તેનું ભાડુ પોતાની મરજીથી બજાર હિસાબે નક્કી કરી શકશે,

ઉલ્લેખનીય છે કે રેલવે ૩૫ વર્ષ માટે ખાનગી ઓપરેટર્સને ૧૦૯ રૂટ્સ પર ૧૫૧ ટ્રેનનું સંચાલન સોંપવાની યોજના ઘડી રહી છે. ભવિષ્યમાં આ માટે બોલી બોલવાની સંભાવના ધરાવનારાઓએ તે પછી કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. શુક્રવારે રેલવેએ તે અંગે જવાબ આપતાં ઉપર મુજબ સ્પષ્ટતા કરી હતી. કહેવામાં આવ્યું છે કે ખાનગી ઓપરેટર્સ બજાર મુલ્ય પ્રમાણે ભાડુ વસુલ કરશે અને ભાડૂ નક્કી કરવા માટે કોઇની મંજૂરીની જરૂર નહીં રહે. રેલવે દ્વારા ખાનગી ઓપરેટર્સ માટે થનારી આ જોગવાઇને કોઇ કોર્ટમાં પડકારી ના શકે તે હેતુસર સરકાર આ નિર્ણયને કેબિનેટની મંજૂરી અપાવી શકે છે.

આ વીડિયો પણ જુઓ : 160 દેશમાંથી 141 પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન