પ્રિયા પ્રકાશે આંખ મારતા જ ગાંધીજી નીચે પટકાયા.. વાઈરલ ક્લિપથી પોરબંદરવાસીઓ નારાજ - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પ્રિયા પ્રકાશે આંખ મારતા જ ગાંધીજી નીચે પટકાયા.. વાઈરલ ક્લિપથી પોરબંદરવાસીઓ નારાજ

પ્રિયા પ્રકાશે આંખ મારતા જ ગાંધીજી નીચે પટકાયા.. વાઈરલ ક્લિપથી પોરબંદરવાસીઓ નારાજ

 | 9:12 am IST

રાતોરાત સોશિયલ મીડિયા પર સેલેબ્રિટી બની ગયેલી પ્રિયા પ્રકાશ અને મહાત્મા ગાંધીની કલીપ પોરબંદરના સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા શહેરભરમાં ચકચાર જાગી છે. કેટલાક પોરબંદરવાસીઓ આ પ્રકારની હરકત સામે રોષ વ્યકત કરે છે અને આ રીતે મહાત્માનું અપમાન થયાનું જણાવી આવી હરકત કરનારાને શોધી કડક પગલા લેવા જોઈએ તેવી માંગ કરે છે. રાતોરાત સોશ્યલ મીડીયા પર હાહાકાર મચાવનાર અને મલયાલમ ફિલ્મથી ડેબ્યુ કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર એક કલીપના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. વેલેન્ટાઈન વિકમાં વારઈલ થયેલા તેની આંખની અદાઓવાળા વીડીયોના કારણે આ અભિનેત્રી સમગ્ર વિશ્વમાં ત્રીજી સૌથી લોકપ્રિય ઈન્સ્ટાગ્રામ સેલેબ્રિટી બની ગઈ છે. પ્રિયા પ્રકાશે ગૂગલ સર્ચ ટ્રેન્ડસમાં સની લિયોનીને પાછળ છોડી દીધી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ કલીપના કારણે પ્રિયા નેશનલ ક્રશ બની ગઈ છે. માત્ર 18 વર્ષની અભિનેત્રી પ્રિયાને દેશના સુપર સ્ટાર્સ કરતા પણ વધારે સર્ચ કરવામાં આવી છે અને તેના આંખ મારતી હોય તેવા વીડીયોને એડિટ કરી અને રાહુલ ગાંધીથી લઈને અનેક સેલેબ્રિટી સાથે પણ જોડવામાં આવે છે. હાલ પોરબંદરના સોશિલ મીડિયામાં જીઆઈએફ ફોર્મેટમાં એક કલીપ વાઈરલ થઈ છે જેમાં પ્રિયા પ્રકાશ આંખ મારે તે દ્રશ્ય અને અન્ય એક ફિલ્મનું મહાત્મા ગાંધીને ગોળી વાગી હતી અને તેઓ ઉછળીને નીચે પટકાયા હતા તે દ્રશ્ય બંને દ્રશ્યો ભેગા કરી અને આ કલીપ બનાવાઈ છે જે કલીપ જોતા એવું લાગે છે કે પ્રિયા પ્રકાશે આંખ મારી અને મહાત્મા ગાંધી તેના નયનોના તીરથી વીંધાઈને ઉછળીને નીચે પડે છે.

આ સમગ્ર ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતા હાલ પોરબંદર પંથકમાં અનેક ચર્ચાઓ જાગી છે, તો કેટલાક ગાંધીભૂમિવાસીઓ આ પ્રકારની હરકત સામે રોષ પણ વ્યકત કરે છે અને મહાત્મા ગાંધીનું આ પ્રકારે અપમાન થયું હોવાનું જણાવીને પ્રિયા પ્રકાશ અને મહાત્માને સાથે જોડનાર સામે કડક પગલા લેવા જોઈએ તેવો મત પણ વ્યકત કરી રહ્યા છે.