રાતો-રાત સ્ટાર બનેલી પ્રિયા એક પોસ્ટ માટે લે છે અધધધ...રૂપિયા - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાતો-રાત સ્ટાર બનેલી પ્રિયા એક પોસ્ટ માટે લે છે અધધધ…રૂપિયા

રાતો-રાત સ્ટાર બનેલી પ્રિયા એક પોસ્ટ માટે લે છે અધધધ…રૂપિયા

 | 5:32 pm IST

26 સેકન્ડનાં એક વિડીયોથી સોશ્યલ મીડિયા પર છવાઇ જનાર પ્રિયા પ્રકાશ વેરિયર પોતાની પહેલી મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ની રિલીઝ પહેલા જ મોટી સ્ટાર બની ગઇ છે. પ્રિયા પ્રકાશનાં આંખોનાં ઇશારા પર દેશનાં યુવાનો ઓવારી ગયા હતા. આ વિડીયોને કારણે પ્રિયા થોડાક સમયમાં જ પ્રખ્યાત થઇ ગઇ હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પ્રિયા પ્રકાશ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ લે છે. જો કે આ વિશે પ્રિયાએ કોઇ જ પુષ્ટિ કરી નથી, પરંતુ એ વાતમાં કોઇ જ શંકા નથી કે પ્રિયાની ઘણી મજબુત સ્ટાર વેલ્યુ બની ગઇ છે.

પ્રિયા પ્રકાશનાં ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 51 લાખ ફૉલોઅર્સ છે. ગૂગલ સર્ચનાં મામલે પ્રિયાએ સની લિયોનીને પણ પાછળ છોડી દીધી હતી. વેલેન્ટાઇન્સ ડે પર વાયરલ થયેલા આ વિડીયોએ ઘણાં રેકોર્ડ્સ બનાવ્યા હતા. પ્રિયાની આ ફિલ્મ 3 માર્ચનાં રોજ રિલીઝ થઇ ચુકી છે. પ્રિયા પ્રકાશનું આ ગીત સ્કૂલનાં રોમાન્સ પર આધારિત છે, જેમાં સ્કૂલનાં બાળકો ઇશારા-ઇશારામાં એકબીજાને દિલની વાત કહે છે. ફિલ્મનાં આ ગીતે રાતોરાત 18 વર્ષિય મલયાલમ એક્ટ્રેસ પ્રિયાને દેશભરમાં ઓળખ આપી હતી.

પ્રિયાનો જન્મ કેરલનાં ત્રિશૂરમાં થયો હતો. રાતો-રાત સ્ટાર બનનારી પ્રિયા ત્રિશૂરમાં આવેલી વિમલા કૉલેજમાં બી-કોમનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.