Priya Prakash Taught Vicky Kaushal His Famous Wink Style During 'URI' Premier Show
  • Home
  • Featured
  • પ્રિયા પ્રકાશે વિક્કી કૌશલને શીખવાડ્યું આંખ મારતા, જોઇલો વિડીયો

પ્રિયા પ્રકાશે વિક્કી કૌશલને શીખવાડ્યું આંખ મારતા, જોઇલો વિડીયો

 | 6:22 pm IST

વર્ષની સૌથી ધમાકેદાર શરૂઆત વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી’એ કરી દીધી છે. બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રીલીઝ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફિલ્મનું સ્પેશલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતુ. આ સ્ક્રીનિંગમાં બધા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ સ્ક્રીનિંગનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં વિક્કી કૌશલ સાથે પ્રિયા પ્રકાશ વારિયર પણ જોવા મળી રહી છે.

ફિલ્મની સ્પેશલ સ્ક્રીનિંગ દરમિયાન સાઉથ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનાં ફેમસ વાયરલ અંદાજને વિક્કી કૌશલ પણ ટ્રાય કરતો જોવા મળ્યો હતો. વિક્કીનાં આ ક્યૂટ વિડીયોને ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે.