priya prakash varrier gives eyebrows expressions from parlour video
  • Home
  • Featured
  • ફરી એક વખત પ્રિયાએ જબરદસ્ત અંદાજમાં મટકાવી તેની આંખ, જોઇને થઇ જશો ઘાયલ

ફરી એક વખત પ્રિયાએ જબરદસ્ત અંદાજમાં મટકાવી તેની આંખ, જોઇને થઇ જશો ઘાયલ

 | 10:43 am IST

પ્રિયા પ્રકાશ તેની આંખના ઇશારાના એક વીડિયોથી ખૂબ ધૂમ મચાવી ચુકી છે અને દેશભરમાં જાણીતો ચહેરો બની ગઇ છે. પ્રિયાનો વીડિયો વાયરલ થયા બાદ તે નેશનલ ક્રશ બની ગઇ હતી. જ્યારે, પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર સમય – સમય પર તેનો વીડિયો શેર કરતી રહે છે. જેમા તેના ડાન્સ અને એક્સપ્રેશંસને ખૂબ પસંદ કરવામાં આવે છે.

પ્રિયા પ્રકાશે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પાર્લરમાં અભિનેત્રી એક વખત ફરી તેની આંખો મટકાવતી નજરે પડી રહી છે. વીડિયોમાં પ્રિયા પાર્લરમાં બેસી છે. જોકે, પ્રિયા કંટાળી ગઇ છે. જે બાદ તે વીડિયો બનાવવાનું શરૂી કરે છે અને તેની આઇબ્રોથી ઇશારા કરી રહી છે. આ વીડિયોમાં પ્રિયા કોરોના વાયરસના કારણે પીપીઇ કિટ પહેરેલી નજરે પડી રહીછે. પ્રિયાનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન