8 લાખથી વધારે વખત જોવામાં આવી પ્રિયા પ્રકાશની આ તસવીર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 8 લાખથી વધારે વખત જોવામાં આવી પ્રિયા પ્રકાશની આ તસવીર

8 લાખથી વધારે વખત જોવામાં આવી પ્રિયા પ્રકાશની આ તસવીર

 | 12:45 pm IST

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વિશે હવે સૌ જાણે છે. 24 સેક્ન્ડનાં એક વિડીયોથી પ્રિયા રાતો-રાત સ્ટાર બની ગઇ હતી. પ્રિયાની ચર્ચાઓ કેટલાક દિવસથી બંધ થવાનું નામ જ નથી લેતી. પ્રિયાની ખ્યાતિ દિવસે-દિવસે વધી રહી છે. આ દરમિયાન પ્રિયાની બીજી એક તસવીર વાયરલ થઇ રહી છે. પ્રિયાએ તાજેતરમાં જ પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી. આ તસવીરને સાડા આઠ લાખ લાઇક્સ મળી છે. આ તસવીરમાં 7 હજારથી વધુ લોકોએ કોમેન્ટ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે પ્રિયા એક વિડીયોને કારણે ચર્ચામાં આવી હતી. પ્રિયા પોતાની મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ની રિલીઝ પહેલા જ મોટી સ્ટાર બની ગઇ હતી.

 


ફેબ્રુઆરીની શરૂઆતમાં પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ જોઇન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પેજ વેરિફાઇ થયાના 24 કલાકમાં જ પ્રિયાને 1.5 મિલિયનથી પણ વધારે લોકોએ ફૉલો કરી હતી. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 101 તસવીરો શેર કરી છે.