આંખ મટકાવતા વીડિયો બાદ હવે પ્રિયા પ્રકાશના નવા Photosએ સનસની મચાવી - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આંખ મટકાવતા વીડિયો બાદ હવે પ્રિયા પ્રકાશના નવા Photosએ સનસની મચાવી

આંખ મટકાવતા વીડિયો બાદ હવે પ્રિયા પ્રકાશના નવા Photosએ સનસની મચાવી

 | 7:00 pm IST

પોતાની અદાઓ પર આંખ મારવાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી પ્રિયા પ્રકાશ એકવાર ફરીથી સમાચારમાં આવી છે. આ વખતે તેનો કોઈ નવો વીડિયો નથી આવ્યો, પરંતુ તેના ફોટોઝે સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. પ્રિયાએ પોતાનું ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં પિંક કલરના ડ્રેસમાં તે એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી છે. તેને વુડપિકર ફોટોગ્રાફીના અનાજ જફરે ફોટોશૂટ કર્યું છે. પ્રિયાના આ ફોટોઝ ફોટોશૂટ એજન્સીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યાં છે. જ્યારે કે વાઈરલ ગર્લ પ્રિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યાં છે.

ફોટો શેર થતા જ બંને એકાઉન્ટ્સ પર લાઈક્સનું જાણે પૂર આવી ગયું છે. 24 કલાકની અંદર લગભગ 8 લાખ લોકોએ તેને લાઈક કરી હતી. આ પોસ્ટ પર કોમેન્ટ્સ કરનારા ફોલોઅર્સે પણ પ્રિયાને પ્રિન્સેસ કહીને બોલાવી હતી. તમને બતાવી દઈએ કે, પ્રિયા પ્રકાશના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલ 51 લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રિયા પ્રકાશે ગૂગલ સર્ચના મામલે તો સની લિયોનીને પણ પાછળ પાડી દીધી છે.