Photos: આંખોથી લાખો યુવાનોને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશે નવા ફોટોશૂટથી ફેલાવી સનસની - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4525 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Photos: આંખોથી લાખો યુવાનોને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશે નવા ફોટોશૂટથી ફેલાવી સનસની

Photos: આંખોથી લાખો યુવાનોને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશે નવા ફોટોશૂટથી ફેલાવી સનસની

 | 2:40 pm IST

નેશનલ ક્રશ તરીકે છવાઇ ગયેલી પ્રિયા પ્રકાશ વારિયર એક વખત ફરી ચર્ચામાં છે. પોતાની આંખો દ્વારા લાખો યુવાનોને પોતાના ચાહક બનાવી દેનાર આ મલયાલમ એક્ટ્રેસે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરોમાં પ્રિયા પ્રકાશને જોઇને ડિઝની પ્રિસેંસ યાદ આવી જશે. પિંક કલરનાં ગાઉનમાં પ્રિયા પ્રકાશ ઘણી જ સુંદર લાગી રહી છે.

પ્રિયા પ્રકાશે એક ફેશન બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. આ નવી તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. પ્રિયાનાં ચાહકોને તેનો આ વેસ્ટર્ન અવતાર ઘણો જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં પણ પ્રિયા પોતાની એક્સપ્રેસિવ આંખો અને સુંદર સ્માઇલ દ્વારા ચાહકોને ઇમ્પ્રેસ કરી રહી છે.

નોંધનીય છે કે પ્રિયા પ્રકાશનાં વિંક અને ફ્લાઇંગ કિસવાળા વિડીઓની બોલિવુડમાં પણ નકલ થઇ રહી છે. પોતાની વધી રહેલી લોકપ્રિયતાની સાથે પ્રિયા પ્રકાશ બોલિવુડમાં પણ કામ કરશે તેવી અટકળો છે. સૂત્રોનાં કહ્યા પ્રમાણે પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘શિમ્બા’ મળી ગઇ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.