પ્રિયા પ્રકાશે ક્રિકેટરને એટિટ્યુડ બતાવતા કહ્યું, "હું ફેંકેલી ચીજો નથી ઉઠાવતી" - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયા પ્રકાશે ક્રિકેટરને એટિટ્યુડ બતાવતા કહ્યું, “હું ફેંકેલી ચીજો નથી ઉઠાવતી”

પ્રિયા પ્રકાશે ક્રિકેટરને એટિટ્યુડ બતાવતા કહ્યું, “હું ફેંકેલી ચીજો નથી ઉઠાવતી”

 | 3:44 pm IST

પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નાં એક 26 સેકેન્ડનાં વિડીયોથી જાણીતી બની હતી. આ વિડીયો દ્વારા પ્રિયા પ્રકાશ રાતોરાત પોપ્યુલર બની ગઇ હતી. પ્રિયા પ્રકાશનો ક્રેઝ તેના ચાહકોમાં એટલો છે કે તે જ્યાં પણ જાય તેનો ફોટો વાયરલ થતો હોય છે. ફક્ત એક ફિલ્મ કરનારી પ્રિયા પ્રકાશ પાસે અત્યારે ઘણી ફિલ્મો અને એડની ઑફર છે. આ દરમિયાન પ્રિયા પ્રકાશનો એક ચૉકલેટ બ્રાન્ડનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાની આંખોનો જાદૂ દેખાડી રહી છે.

આ એડમાં પ્રિયા પ્રકાશ સ્ટેડિયમમાં બેઠેલી છે. ત્યાં ક્રિકેટર્સ પ્રિક્ટિસ કરી રહ્યા છે. પ્રિયાની પાસે બૉલ આવતા એક ક્રિકેટર તેને બૉલ આપવાનું કહે છે, તો તેના જવાબમાં પ્રિયા કહે છે કે “હું ફેંકેલી ચીજો નથી ઉઠાવતી.”

 

આ વેલેન્ટાઇન ડેનાં અવસર પર રિલીઝ થયેલી મલયાલી ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ પ્રિયા પ્રકાશની પ્રથમ ફિલ્મ હતી. ‘ઓરૂ અદાર લવ’નાં ગીત ‘મનીક્ય મલારાયા પૂવી’નાં વિડીયોમાં તે આંખો મટકાવતી જોવા મળે છે. તેનો આ અંદાજ દર્શકોને ઘણો જ પસંદ આવ્યો હતો અને આ વિડીયો દ્વારા તે પૉપ્યુલર થઇ ગઇ હતી.

પ્રિયા પ્રકાશ ફેમસ થતા જ તેના ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સની સંખ્યા 54 લાખને પાર પહોંચી ગઇ હતી. પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ લે છે.