સોશ્યલ મીડિયાને ઘેલું કરનાર ViralGirl પ્રિયાએ આંખ મારવાના સીન અંગે કહ્યું કે... - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોશ્યલ મીડિયાને ઘેલું કરનાર ViralGirl પ્રિયાએ આંખ મારવાના સીન અંગે કહ્યું કે…

સોશ્યલ મીડિયાને ઘેલું કરનાર ViralGirl પ્રિયાએ આંખ મારવાના સીન અંગે કહ્યું કે…

 | 2:28 pm IST

આ વખતે વેલેન્ટાઇન્સ ડેનો ક્રેઝ મલાયલમ એક્ટ્રેસીસ પ્રિયા પ્રકાશ વારિયરે જોરદાર વધારી દીધો છે. આજે ઇન્ટરનેટ પર કદાચ જ કોઇ એવું હશે જેણે પ્રિયાના સ્કૂલ રોમાન્સવાળો વીડિયો જોયો નહીં હોય. પોતાની કેટલીક સેકન્ડની આ ક્લિપના લીધે એવી છવાય ગઇ કે દરેકના મુખે પ્રિયાની જ વાતો થઇ રહી છે. તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં પોતાના પસંદગીના બોલિવુડ સ્ટાર્સ સિવાય પોતાના આંખ મારવાના સીન પર પણ ચર્ચા કરી છે. આપને જણાવી દઇએ કે પ્રિયા મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’થી ડેબ્યુ કરવા જઇ રહી છે.

મને કહેવામાં આવ્યું કે આંખ મારવાની છે
18 વર્ષની પ્રિયાએ મીડિયા સાથે વાતચીતમાં પોતાની ફિલ્મના વાયરલ સીન અંગે કહ્યું જેમાં તે ફિલ્મના એકટર અને સ્ટુડન્ટના રોલમાં જોવા મળેલા મોહમ્મદ રોશનને આંખ મારતી દેખાઇ રહી છે. તેમણે કહ્યું કે ડાયરેકટરે કહ્યું હતું કે કંઇક ક્યુટ કરો. અમે ઑન ધ સ્પોટ આ સીન કર્યો. મને કહ્યું કે આંખ મારવાની છે. ત્યારબાદ બધું જ ઑન ધ સ્પોટ થઇ ગયું. એક ટેકમાં ઓકે થઇ ગયું હતું, આથી આ સીન આટલો ફ્રેશ લાગી રહ્યો હતો. પ્રિયા એ કહ્યું કે બે-ત્રણ ટેક હોત તો કદાચ તે શર્મ અને ફ્રેશનેસ આ સીનમાં ન આવત.

તમામ ક્રેડિટ ઇન્ટરનેટને
18 વર્ષની પ્રિયા વારિયર કેરલના ત્રિશુરની રહેવાસી છે. તે હાલ ત્રિશૂરની વિમલા કોલેજમાંથી બી.કૉમમાં અભ્યાસ કરી રહી છે. મીડિયા સાથે વાતચીતમાં તેણે કહ્યું કે હું તમામ ક્રેડિટ ઇન્ટરનેટને આપીશ કારણ કે જો સોશ્યલ મીડિયા પર હું ટ્રેન્ડ ના થઇ હોત તો કદાચ લોકોને મારી ખબર પણ ના હોત. છેલ્લે તેણે કહ્યું કે છોકરીઓ પણ આંખ મારી શકે છે, તમામ ફન છોકરા જ કેમ કરે?

માતાની સાથે ઑડિશન આપવા પહોંચી હતી
પ્રિયાએ કહ્યું કે તે આ રોલ માટે માત્ર ઑડિશન આપવા માટે ગઇ હતી અને તેના માટે કોઇ ખાસ તૈયારી નહોતી કરી. આ ઑડિશન માટે તે પોતાની માતાની સાથે ગઇ હતી. પ્રિયાએ કહ્યું કે તે નાનપણની સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતી રહી છે, પરંતુ તેને કયારેય એક્ટિંગ કરી નહોતી.

રણવીર સિંહ અને દીપિકાની ફૈન
પ્રિયાએ ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે કયા બોલિવુડ સ્ટારની દીવાની છે. પ્રિયાએ કહ્યું કે ડાયરેકટર સંજય લીલા ભણસાલીની ફેન છે. પ્રિયા ભણસાલીની પદ્માવત ફિલ્મથી અભિભૂત છે અને કહ્યું કે તે દીપિકા અને રણબીર સિંહની જબરદસ્ત ફેન છે.