આંખો મટકાવવા આ રીતે પ્રિયા પ્રકાશનો થયો હતો મેકઅપ, વિડીયો આવ્યો સામે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આંખો મટકાવવા આ રીતે પ્રિયા પ્રકાશનો થયો હતો મેકઅપ, વિડીયો આવ્યો સામે

આંખો મટકાવવા આ રીતે પ્રિયા પ્રકાશનો થયો હતો મેકઅપ, વિડીયો આવ્યો સામે

 | 4:21 pm IST

પ્રિયા પ્રકાશ વેરિયરનો આંખ મારતો અને હાથથી બંદૂક ચલાવતો વિડીયો ઘણો જ વાયરલ થયો હતો. આ વિડીયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશને ‘વાયરલ પર્સનાલિટી ઑફ ધ યર’ના પુરસ્કારથી બિરદાવવામાં આવી હતી. આ પ્રિયા પ્રકાશનાં કેરિયરનો પ્રથમ એવોર્ડ બન્યો. તો હવે પ્રિયા પ્રકાશને આ ઊંચાઇએ લઇ જનાર લૂકનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે પ્રિયા પ્રકાશને એ વિડીયો માટે કઇ રીતે તૈયાર કરવામાં આવી રહી હતી. કેવી રીતે તેની આંખોને વધારે અપીલિંગ બનાવવામાં આવી હતી અને કઇ રીતે મેકઅપ આર્ટિસ્ટે તેને તૈયાર કરી હતી.

 


પ્રિયા પ્રકાશ વેરિયર ‘ઓરૂ અદાર લવ’નાં રિલીઝ થયા પહેલા જ પૉપ્યુલર બની હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી. 26 સેકન્ડનાં વિડીયોએ તેને સોશિયલ મીડિયા પર ક્વીન બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશનાં ફેમસ થતા જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફૉલોઅર્સની સંખ્યા 60 લાખથી વધારે થઇ હતી. કહેવામાં આવે છે કે પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ લે છે. પ્રિયા પ્રકાશ કેરળનાં ત્રિશૂરમાં જન્મી હતી. તે ત્રિશૂરની વિમલા કૉલેજમાં બી-કૉમ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે.