રોયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકાનો ગોલ્ડન લૂક છવાયો - Sandesh
  • Home
  • Featured
  • રોયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકાનો ગોલ્ડન લૂક છવાયો

રોયલ રિસેપ્શનમાં પણ પ્રિયંકાનો ગોલ્ડન લૂક છવાયો

 | 5:00 pm IST

બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન ગઈકાલે શાહી અંદાજમાં યોજાયા હતા. બ્રિટનમાં ચારેતરફ આ શાહી જોડાની જ ચર્ચા હતી. ગઈકાલે 2000થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં આ શાનદાર શાહી લગ્ન યોજાયા હતા. જેમાં ભારતમાંથી એકમાત્ર આમંત્રિત કરાયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના ડ્રેસના પણ ભરપૂર વખાણ થયા હતા. એકદમ રિચ અને રોયલ લૂકમાં પ્રિયંકા ચોપરા બેસ્ટ ફ્રેન્ડ મેગનના લગ્નમાં પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા જ્યારથી હોલિવુડ ગઈ છે, ત્યારથી તે મેગનની બહુ જ સારી ફ્રેન્ડ બની છે. બંનેની મુલાકાત એક શો દરમિયાન થઈ હતી. સાંજે રિસેપ્શનમાં પ્રિયંકાએ ગોલ્ડન કલરનો ગાઉન પહેર્યો હતો. ડિયોર ડ્રેસમાં તે પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

તો બીજી તરફ મેગન પણ ઈવનિંગ રિસેપ્શન માટે ગોર્જિયસ લાગી રહી હતી. બંને જણા જેગુઆરમાં રિસેપ્શન પ્લેસ તરફ જવા રવાના થયા હતા.