Priyanka Chopra and Nick Jonas Attended Engagement Ceremony Of Isha Ambani
  • Home
  • Featured
  • Photos: ઈશા અંબાણીની સગાઈમાં નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

Photos: ઈશા અંબાણીની સગાઈમાં નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

 | 9:48 am IST

આ પણ વાંચો: દુનિયા આખી જોતી રહેશે ઇશા-આનંદની સગાઈ, અંબાણીના જશ્નમાં કંઈક આવો હશે ઠસ્સો

મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશાએ આનંદ પીરામલ સાથે ઇટલીમાં સગાઈ કરી લીધી છે. આ દરમિયાન સગાઈનું ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતુ. જેમાં બોલીવુડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપરા પોતાના મંગેતર નિક જોનાસ સાથે અહીં પહોંચી હતી. તેની સાથે જાણીતો ફૈશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આકાશની સગાઇમાં નીતા અને ઈશા અંબાણીએ શુભારંભ ગીત પર કર્યો શાનદાર ડાન્સ, Viral Video

આ પણ વાંચો: ઈશા અંબાણીએ સ્ટેનફોર્ડમાંથી કર્યું એમબીએ, ફી જાણીને આવી જશે ચક્કર

ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની વિધિઓ 3 દિવસ સુધી ચાલશે. 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સેલિબ્રેશની પૂર્ણાહુતિ શાનદાર ફેરવેલ લંચ સાથે થશે. આ સમારોહ ઇટલીનાં લેક કોમોમાં થશે. પ્રિયંકા અને નિક ઉપરાંત સોનમ કપૂર પણ આ સગાઈમાં હાજર રહેવા રવાના થઈ હતી. સોનમ કપૂર પહેલા મિલાન ફેસ્ટિવલમાં સામેલ થશે અને ત્યારબાદ સગાઈ સમારોહમાં પહોંચશે. તો બોની કપૂરની દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખૂશી કપૂર પણ ઇટલી માટે રવાના થતી જોવા મળી હતી.

આ ઉપરાંત અનિલ કપૂર, પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ પણ સગાઈ સમારોહમાં ઉપસ્થિત થવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રનાં મહાબલેશ્વરમમાં પ્રપોઝ કર્યો હતો.