Priyanka Chopra and Nick Jonas Returning Form Jodhapur To Mumbai
  • Home
  • Featured
  • લાલ ચૂડા, સિંદૂર અને લીલી સાડીમાં જોવા મળી પ્રિયંકા, જોધપુરથી દિલ્હી આવવા રવાના

લાલ ચૂડા, સિંદૂર અને લીલી સાડીમાં જોવા મળી પ્રિયંકા, જોધપુરથી દિલ્હી આવવા રવાના

 | 4:05 pm IST

જોધપુરમાં ચાર દિવસનાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ફેમિલી સાથે ઘરે પરત ફરી રહ્યા છે. જોધપુર એરપોર્ટથી સામે આવેલી કપલની નવી તસવીરોમાં પ્રિયંકા ગ્રીન સાડી, લાલ સિંદૂર અને લાલ ચૂડા સાથે જોવા મળી હતી. તો પતિ નિક જોનસ તેના કૈઝુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.

લગ્ન બાદ પ્રિયંકા ચોપરા ભારતીય પોશાકમાં ઘણી જ સુંદર લાગી રહી હતી. જોધપુરમાં લગ્ન બાદ હવે આ કપલ મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપશે. દિલ્લીનાં રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદીનાં આવવાની સંભાવના છે.

મુંબઈનાં રિસેપ્શનમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો થશે. અત્યારે બંનેની ફેમિલી અને ફ્રેન્ડ્સ જોધપુરથી રવાના થયા છે. પ્રિયંકાનાં લગ્ન 1 અને 2 ડિસેમ્બરનાં રોજ થયા હતા. પહેલા ક્રિશ્ચિયન વિધિથી અને ત્યારબાદ હિંદૂ રીતિ-રીવાજ પ્રમાણે પ્રિયંકા અને નિકનાં લગ્ન થયા હતા.