Priyanka begins The White Tiger in Delhi: Hard to shoot here right now
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિગારેટની શોખીન પ્રિયંકા હોશિયાર થવા ગઈ, લોકોએ કહ્યું-પહેલા તારા ભાણામાં માખી ઉડાડ ને..!!

સિગારેટની શોખીન પ્રિયંકા હોશિયાર થવા ગઈ, લોકોએ કહ્યું-પહેલા તારા ભાણામાં માખી ઉડાડ ને..!!

 | 12:50 pm IST

આપણે ગુજરાતીમાં એક એવી કહેવત છે કે પહેલા પોતાના વાસણમાં બેઠેલી માખી ઉડાડવી જોઈએ પછી બીજાને સલાહ આપવી. કંઈક એવું જ થયું બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા સાથે. પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો કે જે દિલ્હીનો છે અને એમાં એ માસ્ક લગાવાની બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોને જોતા કેટલાક યૂઝર્સને એની મજા લીધી અને ખરી ખોટી સંભળાવી છ.

દિલ્હી હાલ પોલ્યૂશનનો ખતરનાક સામનો કરી રહ્યું છે એ વાત બધા જાણે છે. પ્રિયંકા ચોપડા પણ હાલમાં કોઇ કામ માટે દિલ્હીમાં છે. લોકો પોલ્યુશનથી બચવાના પ્રયત્નોમાં રસ્તા પર માસ્ક લગાવીને ફરતા રહે છે. તો પ્રિયંકા ચોપડા પણ પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માસ્ક લગાવેલી નજરે આવી રહી છે, પરંતુ ફેન્સે એને ફોટાને લઇને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

પ્રિયંકાએ ફોટો શેર કરીને લખ્યું કે, અહીંયા પોલ્યૂશનનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે અને એની સાથે જ એને એર પ્યૂરિફાયર અને માસ્ક પૂરું પાડનાર ટીમનો આભાર માન્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો માટે એક નિશાનો બની ગયો અને પ્રિયંકાને ટ્રોલ કરવા લાગ્યા. પ્રિયંકાની પોસ્ટ પર ઘણી સારી કમેન્ટ્સ આવી.

કોઈએ સારી તો કોઈએ પ્રિયંકાની સ્મોકિંગ આદત પર પણ નિશાનો સાધ્યો અને તેને ખરી ખોટી સંભળાવી. તો વળી કેટલાક લોકોએ એને અસ્થમાની દર્દી હોવાને કારણે સુરક્ષિત રહેવાની સલાહ આપી રહ્યા છે, તો કેટલાક એની સિગરેટ પીવાની આદતો પર કૉમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સાંસદ રમેશ ધડૂકે ખેડૂતોની સાંભળી વ્યથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન