Bollywood Desi Girl Priyanka Chopra Look Beautiful at Cannes 2019
  • Home
  • Featured
  • ‘કાન્સ 2019’માં પ્રિયંકાનો દેખાયો સિમ્પલ અંદાજ, ‘મેટ ગાલા 2019’ની અસર?

‘કાન્સ 2019’માં પ્રિયંકાનો દેખાયો સિમ્પલ અંદાજ, ‘મેટ ગાલા 2019’ની અસર?

 | 3:44 pm IST

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ગુરુવારે ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં રેડ કારપેટ પર ગ્લેમરસ લુક સાથે એન્ટ્રી કરી હતી. પ્રિયંકા ચોપરા શિમરી બ્લેક-મારૂન ડ્રેસમાં ખૂબજ સુંદર અને સિમ્પલ અંદાજમાં દેખાઈ હતી. જોકે ઇવેન્ટમાં જ્યારે પ્રિયંકા ચોપરા રેડ કારપેટ પર આવી તો બધાની નજર તેના પર ટકી હતી. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14મી મેથી 25મી મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ તરફથી પ્રિયંકા સિવાય એશ્વર્યા રાય, સોનમ કપૂર, હિના ખાન, કંગના રનૌત અને દીપિકા પાદુકોણે હાજરી આપી છે.

પ્રિયંકા ચોપરાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રોબર્ટો કેવેલી દ્વારા ડિઝાઇન કરેલ સ્ટ્રિપલેસ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. આ સાથે પ્રિયંકાએ પિંક કલરની લિપસ્ટિક પણ લગાવી હતી. જેમાં તે ખુબજ સુંદર દેખાઈ રહી હતી. પ્રિયંકાની હેરસ્ટાઇલ તેના લુકને વધુ એક્ટ્રેક્ટિવ બનાવી રહી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ રેડ કારપેટ પર અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ કાન્સ લુકની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ‘મેટ ગાલા 2019’ ઇવેન્ટમાં પ્રિયંકાના વિચિત્ર લુકથી તેના ઘણા ફેન્સ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયા પર તેના લુકની જબરદસ્ત ટીકા પણ થઈ હતી. જોકે આ વખતે પ્રિયંકા ચોપરા સિમ્પલ લુકમાં દેખાઇ જે તેના ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન