priyanka chopra celebrate first karwa chauth with friends photo viral
  • Home
  • Featured
  • Photos: દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો શાનદાર અંદાજ, આ રીતે પહેલી કરવા ચોથની કરી ઉજવણી

Photos: દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો શાનદાર અંદાજ, આ રીતે પહેલી કરવા ચોથની કરી ઉજવણી

 | 12:21 pm IST

સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આવરદા માટે કરવા ચૌથનું વ્રત કરે છે. સમગ્ર દેશમાં કરવા ચોથનું વ્રત ખુબજ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવ્યુ બોલિવૂડમાં અને ખાસ તો હિન્દી ફિલ્મોમાં કરવા ચોથને વિશેષ રીતે દર્શાવવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટી, રવિના ટંડન,એશ્વર્યા રાય, મીરા રાજપુત, પ્રિયંકા ચોપડાએ કરવા ચોથનું વ્રત રાખ્યુ હતુ.

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ પહેલી કરવા ચોથને ખુબજ ધામધુમથી ઉજવી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપડા તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

તસવીરોમાં પ્રિયંકા ચોપડા પારંપરિક અંદાજમાં નજર આવી હતી. માથા પર સિંદૂર અને ચહેરા પર પ્યારી મુસ્કાન સાથે પ્રિયંકા સુંદર લાગતી હતી. પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યુ કે હું અને મારા મિત્રો કરવા ચોથની ઉજવણી.

આ સિવાય દેસી ગર્લે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં પ્રિયંકાએ તેના હાથ પર મહેંદી લગાવી હતી. બીજી તસવીરમાં લાલ ચટ્ટક ચુડીઓ પહેરી હતી. પ્રિયંકાએ તેની પહેલી કરવા ચોથને ખુબજ શાનદાર રીતે મનાવી હતી.

આ મહિને 11 તારીખે પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિન્ક રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 3 વર્ષ પછી પ્રિયંકા બોલિવૂડમાં પરત ફરી છે. દર્શકોને તેની આતુરતાથી રાહ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન