Priyanka Chopra’s Outfit Cost Will Blow Your Mind
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા ચોપડાએ પહેરેલા ડ્રેસની કિંમત જાણીને ઉડી જશે હોશ

Photos: પ્રિયંકા ચોપડાએ પહેરેલા ડ્રેસની કિંમત જાણીને ઉડી જશે હોશ

 | 3:19 pm IST

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ફેશનને લઈને એક અલગ જ ઓળખ ધરાવે છે. બોલીવુડની સૌથી સ્ટાઈલીશ એકટ્રેસ ગણાતી પ્રિયંકા ચોપડા દરેક ઇંવેટમાં પોતાના આઉટફિટને ખુબજ પરફેક્શન સાથે બદલે છે. હાલમાં જ પ્રિયંકા મુંબઈમાં સોહો હાઉસ પહોંચી હતી અહી તેનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો. તેના આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે. પ્રિયંકાના આ ડ્રેસની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

આજે તમને બોલીવુડની ડીવાની આ ડ્રેસની કિંમત જણાવીશુ. પ્રિયંકાની આ સ્ટાઈલિશ ડ્રેસ એટ્રોના ઓફિશિયલ કલેક્શનમાંથી આવે છે. ડ્રેસની કિંમત જાણીને તમે હેરાન પરેશાન થઈ જશો તે નક્કી છે.

આ યૂનિક ડ્રેસની કિંમત એક iPhone XS મોબાઈલ ફોન જેટલી છે, જો તમે ઇચ્છો તો આટલા પૈસામાં યૂરોપની નાની મોટી ટ્રિપ કરી આવી શકો છો. જો ETROની અધિકારિક વેબસાઈટ પર કિંમત ચેક કરો તો આ ડ્રેસની કિંમત 1,90,155 રૂપિયા છે. પ્રિયંકા ચોપડા એક ઇંટરનેશનલ સેલિબ્રિટી છે અને પોતાના ડ્રેસિંગ પર સારો એવો ખર્ચ કરે છે.

પ્રિયંકાના વર્કફ્રંટની વાત કરીએતો તેની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં કામ કરતી નજરે ચડશે. પ્રિયંકા આ ફિલ્મમાં પ્રોડ્યુસર પણ છે. જોવાનુ એ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરી શકે છે. દર્શકો આ ફિલ્મને કેટલી પસંદ કરે છે તે જોવાનું રહ્યુ.

પ્રિયંકાએ જય ગંગાજલ પછી બોલીવુડની કોઈ ફિલ્મ કરી નથી અને તે સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં હિંદી ફિલ્મોમાં પરત ફરવાની હતી પણ.લગ્નબાદ તેણે આ ફિલ્મમાંથી વોકઆઉટ કરી લીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન