Priyanka Chopra Is A Global Scam Artist?
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’? બોલિવુડ સ્ટાર્સ ભડકયા

શું પ્રિયંકા-નિકના સંબંધ જુઠ્ઠા અને લગ્ન એક ‘છેતરપિંડી’? બોલિવુડ સ્ટાર્સ ભડકયા

 | 7:52 am IST

લગ્ન અને રિસેપ્શન બાદ જ્યાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સતત ચર્ચામાં છે ત્યાં ન્યૂયોર્કના એક મેગેઝીને પ્રિયંકા ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવી છે. વિદેશી મેગેઝીનમાં પ્રિયંકા વિશે આ પ્રકારની વાતો લખાતા બોલિવુડના કેટલાંય સ્ટાર્સ ભડકયા છે. જો કે વિવાદ વધતા મેગેઝીને સમાચારને લઇ માફી માંગી અને આર્ટિકલ પોતાની વેબસાઇટ પરથી હટાવી લીધો.

આર્ટિકલ પર સોનમ કપૂરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે આ આર્ટિકલને ઘટિયા અને મહિલા વિરોધી ગણાવ્યો છે. તેણે લખ્યું, આવો આર્ટિકલ એક મહિલા એ જ લખ્યો છે તે સૌથી દુખની વાત છે. શરમ આવે છે.

સ્વરા ભાસ્કરે પણ આર્ટિકલની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. તેણે પણ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.

વાત એમ છે કે ‘ધ કટ’ નામના ઇન્ટરનેશનલ મેગેઝીને પ્રિયંકા અને નિકના સંબંધ પર એક આર્ટિકલ લખ્યો. આ લેખનું ટાઇટલ ‘શું પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો પ્રેમ સાચો છે?’ આ આર્ટિકલમાં પ્રિયંકા ચોપડાના નિક જોનસ સાથે લગ્ન એક ‘છેતરપિંડી’ બતાવી. 1000 શબ્દોથી વધુના આર્ટિકલમાં પ્રિયંકા અને નિકના રિલેશનને જુઠ્ઠા ગણાવ્યા. તેમણે નિકને સલાહ આપતા કહ્યું કે નિક જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યાં છો તો ઝડપથી બચી જજો.

આ આર્ટિકલને મારિયા સ્મિથ નામની એક પત્રકારે લખ્યો છે. હવે આર્ટિકલને લઇ તેની ટીકા થઇ રહી છે. તેણે પ્રિયંકા અને નિકના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

આપને જણાવી દઇએ કે બોલિવુડની દેશી ગર્લ અને અમેરિકન સિંગર નિક જોનસ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. પ્રિયંકા અને નિક એ 1-2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગની ઓફિશિયલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. ત્યારબાદ કપલે 4 ડિસેમ્બરના રોજ દિલ્હીના તાજ પેલેસ હોટલમાં પહેલું રિસેપ્શન આપ્યું. આ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.