priyanka chopra look change from miss world and international star
  • Home
  • Featured
  • Photos: 20 વર્ષ પહેલા બની હતી મિસ વર્લ્ડ આ અભિનેત્રી, જુઓ કેટલો બદલાયો લુક

Photos: 20 વર્ષ પહેલા બની હતી મિસ વર્લ્ડ આ અભિનેત્રી, જુઓ કેટલો બદલાયો લુક

 | 4:08 pm IST

બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરા, જમશેદપુરમાં જન્મેલી આ અભિનેત્રીએ સપનામાં પણ વિચાર્યુ ન હતુ કે તે એક ઇન્ટરનેશનલ સ્ટાર બનીને સમગ્ર દુનિયામાં તેના નામનો ડંકો વગાડશે. પ્રિયંકાના માતા પિતા સેનામાં હતા જેના કારણે પ્રિયંકામાં ગજબનો આત્મવિશ્વાસ અને જિદ આવી. પ્રિયંકાનું નામ હાલ બોલિવૂડથી લઈને હોલિવૂડ દરેક જગ્યાએ ગુંજી રહ્યું છે.

પ્રિયંકા ચોપરાનો જન્મ જુલાઇ 18, 1982માં થયો તેણે Miss World 2000નો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકાએ પોતાની અભિનય કારકિર્દી, ઇ.સ.2002 માં તમિલ ચલચિત્ર થામિઝહાનથી શરૂ કરી. પછીના વર્ષે, તેણીએ ‘અનિલ શર્મા’ના ચલચિત્ર “ધ હીરો:લવસ્ટોરી ઓફ્ અ સ્પાય” થી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને તેજ વર્ષે તેમનું બીજું ચલચિત્ર “અંદાઝ” જબરજસ્ત સફળ નિવડ્યું, જેને માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર મળ્યો.

અબ્બાસ-મસ્તાન નિર્મિત, વિવેચકો દ્વારા પ્રશંસિત અભિનય યુક્ત ચલચિત્ર “ઐતરાઝ” માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ પ્રિયંકાએ ઘણી વ્યવસાઇક સફળતાપ્રાપ્ત ચલચિત્રો આપ્યા. 2008 માં “ફેશન” ચલચિત્ર માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર પ્રાપ્ત થયો. આથી તેણી એક પ્રસિધ્ધ અબિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઇ.

માત્ર 18 વર્ષની ઉંમરે પ્રિયંકા મિસ વર્લિડ બની અને જાણેકે તેની સમગ્ર દુનિયા બદલાઈ ગઈ. પ્રિયંકાએ ‘બર્ફી’, ‘મેરી કોમ’ ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી સફળ ફિલ્મો આપી હતી. હોલીવૂડ મૂવી ‘અ કિડ લાઈક જેક’ અને ‘ઈઝન્ટ ઈટ રોમાન્ટિક’ ‘ઈઝન્ટ ઈટ રોમાન્ટિક’, ‘ કિડ લાઈક જેક’ ‘ધ સ્કાય ઈઝ પિંક’ જેવી ફિલ્મો કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન