Photos: ન્યૂડ પેંટશૂટમાં લંડનનાં રસ્તાઓ પર જોવા મળી પ્રિયંકા ચોપરા - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ન્યૂડ પેંટશૂટમાં લંડનનાં રસ્તાઓ પર જોવા મળી પ્રિયંકા ચોપરા

Photos: ન્યૂડ પેંટશૂટમાં લંડનનાં રસ્તાઓ પર જોવા મળી પ્રિયંકા ચોપરા

 | 5:45 pm IST

પ્રિયંકા ચોપરા થોડાક સમય પહેલા આયરલેન્ડમાં ‘ક્વોન્ટિકો સીઝન 3’નાં શૂટિંગમાં વ્યસ્ત હતી. આયરલેન્ડમાં શૂટિંગ કર્યા પછી પ્રિયંકા લંડન પહોંચી હતી. તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોમાં પ્રિયંકા સ્ટાઇલિશ અંદાજમાં લંડનનાં રસ્તાઓ પર ફરતી જોવા મળી રહી છે.

આ દરમિયાન પ્રિયંકાએ ન્યૂડ પેંટસૂટ પહેર્યું હતું, જેની સાથે તેણે વ્હાઇટ સ્લીવલેસ બ્લાઉઝ ટ્રાય કર્યું હતું. ન્યૂડ પેંટસૂટમાં પ્રિયંકાનો પરફેક્ટ લેડી બૉસ અંદાજ જોવા મળ્યો હતો. પ્રિયંકાએ આ ડ્રેસ સાથે મેચિંગ ન્યૂડ એંકલેટ બૂટ અને હાથમાં ફેંડી ન્યૂડ કલરની બેગ પણ કૈરી કરી હતી. પ્રિયંકા ચોપરા તેની એક્ટિંગની સાથે સાથે પોતાની સ્ટાઇલથી પણ બોલિવુડ અને હોલિવુડમાં ચર્ચામાં રહે છે.